- પોલીસ દ્વારા માસ્ક બાબતે ખોટી રીતે કનડગત કરતા વેપારીઓની હડતાળ
- વેપારીઓએ હડતાળ પાડી દુકાનો બંધ કરી
- પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
પોરબંદરઃ કોરોના મહામારી સામે લડવા સરકાર દ્વારા માસ્કનો કાયદો લાગું કરવામાં આવ્યો છે, ત્યારે પોરબંદરમાં સુતરવાડા વિસ્તારમાં વેપારીઓને માસ્ક બાબતે ખોટી રીતે કનડગત કરતા વેપારીઓએ હડતાળ પાડી દુકાનો બંધ રાખી હતી.
![પોલીસ દ્વારા માસ્ક બાબતે ખોટી રીતે કનડગત કરતા વેપારીઓની હડતાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-vepari-hadtal-10018_04062021140744_0406f_1622795864_652.jpg)
આ પણ વાંચોઃ વડોદરા પોલીસ દ્વારા માસ્કનો દંડ ઉઘરાવતા વેપારીઓમાં રોષ
પોલીસ ખોટી રીતે દંડ વસુલી કરે છે :ચેમ્બર ઓફ કોમર્સ
પોરબંદરમાં સુતરવાડા વિસ્તારમાં માસ્ક બાબતમાં ખોટી રીતે પોલીસે વેપારીઓને દંડ કરતા વેપારીઓના ટોળે ટોળા ઉમટી ગયા હતા અને ધંધા રોજગાર બંધ કરી હડતાલ જાહેર કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના જીગ્નેશ કારીયાએ પણ પોલીસ પર રોષ વ્યક્ત કર્યો હતો કે, પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માગ કરી હતી. વેપારી આગેવાન અનિલ કારીયા પણ પોલીસ પર લાલ ઘુમ થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે, વેપારીઓ જાણે ચોર હોય તેવી રીતે વેપારીઓને હેરાન કરવામાં આવે છે અને પોલીસ દ્વારા હેરાન ગતિ બંધ કરવામાં આવે તેવી માગ કરી હતી.
![પોલીસ દ્વારા માસ્ક બાબતે ખોટી રીતે કનડગત કરતા વેપારીઓની હડતાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-vepari-hadtal-10018_04062021140744_0406f_1622795864_652.jpg)
આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
વેપારીઓની કનડગત બાબતે કોંગ્રેસ આગેવાનો પણ દોડી ગયા
સુતરવાડામાં પોલીસ દ્વારા માસ્ક બાબતે ખોટી રીતે વેપારીઓને હેરાન કરવામાં આવતા કોંગ્રેસ આગેવાન રામદેવ મોઢવાડીયા અને નાથાભાઇ ઓડેદરા પણ દોડી ગયા હતા અને વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે તથા વેપારીઓની સાથે હોવાનું જણાવ્યું હતું.