ETV Bharat / state

દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ પોરબંદરમાં સાગર સુરક્ષા કવચ અભિયાન યોજાયું

પોરબંદરનો દરિયો સંવેદનશીલ દરિયો રહ્યો છે. આતંકવાદી પ્રવૃત્તિમાં પણ પોરબંદરના દરિયાનો ઉપયોગ ભૂતકાળમાં થયો છે. જેથી સરકાર દ્વારા આ દરિયામાં સુરક્ષા વધારવાના હંમેશા પ્રયત્નો કરવામાં આવે છે. પોરબંદરમાં તારીખ 9 અને 10 ઓક્ટોબરના રોજ બે દિવસીય સાગર સુરક્ષા કવચ અભિયાન સુરક્ષાના ભાગરૂપે આયોજન કરાયું હતું.

દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ પોરબંદરમાં સાગર સુરક્ષા કવચ અભિયાન યોજાયું
દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ પોરબંદરમાં સાગર સુરક્ષા કવચ અભિયાન યોજાયું
author img

By

Published : Oct 10, 2020, 2:18 PM IST

પોરબંદરઃ ગુજરાતના દરિયાકાંઠામાં પોરબંદરનો દરિયાકાંઠો હંમેશા આગવું મહત્ત્વ ધરાવનાર બની રહ્યો છે. માછીમારી ઉદ્યોગનું મોટું હબ પોરબંદર લશ્કરી દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતના દરિયાકાંઠાની જળસીમાથી દુશ્મનોને દૂર રાખવા માટે મરીન સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક જ હોય છે. ત્યારે અવારનવાર વિવિધ એજન્સીઓ ભેગી મળીને સુરક્ષાને લઇને વ્યૂહાત્મક હોય તેવા પગલાં ભરતી હોય છે. હાલ પોરબંદરના દરિયાકાંઠે બે દિવસ- 9 અને 10 ઓક્ટોબરે સાગર સુરક્ષા કવચ અભિયાન યોજાયું છે. જેમાં સુરક્ષા એજન્સીઓ વિવિધ સંજોગોમાં કઇ રીતે કામ કરવું તે અંગે જણાવાયું હતું અને આ અંગે પ્રેક્ટિકલ જ્ઞાન પણ સુરક્ષા જવાનોને આપવામાં આવ્યું હતું.

પોરબંદરના સંવેદનશીલ દરિયામાં સુરક્ષા માટે સઘન વ્યવસ્થા જરુરી છે
સમુદ્રમાં શંકાશીલ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં વ્યક્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી કોઈ પણ કાર્ય કરતાં જણાય છે કે કોઈ શંકાશીલ બોટની મૂવમેન્ટ ધ્યાને આવે તો સ્થાનિક પોલીસ અથવા મરીન પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા માછીમારોને સૂચના આપી માછીમારીની પણ સુરક્ષાને લઇને જાગૃતિ કેળવવાનું અભિયાન પણ હાથ ધરાયુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.