- રાજસ્થાનથી ચોરીનો માલ પોરબંદરથી રીકવર કરાયો
- રાજસ્થાન અને પોરબંદર પોલીસની ટીમે મળીને પાર પાડ્યો પ્રોજેક્ટ
- ચોરની શોધખોળ યથાવત્
પોરબંદર : ચોરીના મોટા ભાગના બનાવોમાં ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવો પોલીસ માટે એક મોટો પડકાર બનતો હોય છે. રાજસ્થાનમાંથી ફરાર ચોરીનો આરોપીઓએ પોરબંદરમાં એક કિલો ચાંદીના બે ચોરસ નંગ પોરબંદરના વેપારીને ત્યા ગીરવે મુકી પૈસા લઈ ગયો હતો. સમગ્ર બાબતની તપાસ કરવા રાજસ્થાન પોલીસ શનિવારે પોરબંદર આવી હતી અને વેપારી પાસેથી આ ચાંદીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં પોરબંદર પોલીસને મદદ કરી હતી.
આ પણ વાંચો : ભુજમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 25 હજારની કાપડની થઈ હતી ચોરી
રાજસ્થાન પોલીસ આવી પોરબંદર
રાજસ્થાનમાં સિરોહી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ચોરીના આરોપીએ પોરબંદરમાં ફરવા આવ્યો હતો અને તે સમયે આરોપીને પૈસાની જરૂર પડી હતી, તેથી પોરબંદરના રાજેન્દ્ર ચુનીલાલ લોઢીયાને એક કિલો ચાંદી ગીરવે આપી પૈસા લઈને જતો રહ્યો હતો. રાજસ્થાન પોલીસને બાતમી દ્વારા આ વિશે જાણ થતા તે શનિવારે પોરબંદર આવી હતી અને પોરબંદર કિર્તી મંદિર પોલીસ સ્ટેશનની મદદથી 100% મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસ દ્વારા ચોરની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વરાછા પોલીસની કાર્યવાહીઃ હીરાના કારખાનાના માલિકો સાથે ઠગાઈ કરતો ઈસમ ઝડપાયો