ETV Bharat / state

દરિયાઇ મોજાથી તુટી ગયેલા પાળાનું સિંચાઇ વિભાગ દ્વારા કરાયું સમારકામ

પોરબંદરઃ પોરબંદરના કુછડી પાસે દરિયા કિનારે આવેલો કુદરતી પાળો “વાયુ” વાવાઝૉડાની અસરથી ઉદભવેલા દરિયાઇ મોજાનાં કારણે ૧૦/૧૫ મીટર તુટી ગયો હોવાની માહિતી ગ્રામજનો દ્વારા જિલ્લા વહિવટીતંત્રના અધીકારીઓને આપવામાં આવી હતી. જેના પગલે આ પાળાનું યુધ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરાયું હતું.

પોરબંદરઃ
author img

By

Published : Jun 14, 2019, 4:59 AM IST

જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ સિંચાઇ વિભાગનાં બી.કે. વાલગોતર ધ્વારા તુટેલા પાળાનું મરામતકામ રાત્રે ૩ વાગે હાથ ધરી સવારે ૧૦ કલાકે પાળાનુ સમારકામ બે હિટાચી મશીન સતત કાર્યરત કરી પુર્ણ કરાયું હતું. તો બીજી તરફ પાળો તુટવાથી લોકોને ભય હતો કે, દરિયાનું ખારૂ પાણી મેઢાક્રિક કેનાલ વાટે પ્રવેશે તો કુછડી વિસાવાડા સહિતના ગામોના કુવાના પાણીના તળ ખારા થવાનો ભય હતો. પણ સિંચાઇ વિભાગ અને ગ્રામજનોના સહયોગથી તુટેલા પાળાનુ યોગ્ય સમયે મરામત કામ થઇ જતા ખેતરો અને કુવાઓમાં દરિયાનું પાણી ઘુસતા અટકી ગયુ હતુ તો કામગીરી પુરી થતા ગામ લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

દરિયાનાં તેજ મોજાથી તુટી ગયેલા કુછડીનાં પાળાનું સિંચાઇ વિભાગ દ્રારા યુધ્ધનાં ધોરણે સમારકામ કરાયું

LOCATION_PORBANDAR

દરિયાનાં તેજ મોજાથી તુટી ગયેલા કુછડીનાં પાળાનું સિંચાઇ વિભાગ દ્રારા યુધ્ધનાં ધોરણે સમારકામ કરાયું

પોરબંદર તા, ૧૩. પોરબંદરના કુછડી પાસે દરિયા કિનારે આવેલો કુદરતી પાળો “વાયુ” વાવાઝૉડાની અસરથી ઉદભવેલા દરિયાઇ મોજાનાં કારણે ૧૦/૧૫ મીટર તુટી ગયો હોવાની 
જિલ્લા વહિવટીતંત્રના અધીકારીઓને ગ્રામજનો ધ્વારા જાણ કરાતા આ પાળાનું યુધ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરાયુ છે.

        જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ સિંચાઇ વિભાગનાં બી.કે. વાલગોતર ધ્વારા  તુટેલા પાળાનું મરામતકામ રાત્રે ૩ વાગે હાથ ધરી  સવારે ૧૦ કલાકે તુટેલા પાળાનુ સમારકામ બે હિટાચી મશીન સતત કાર્યરત કરી પુર્ણ  કરાયુ હતુ. આ કામગીરી પુરી થતા ગામ લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

       આ પાળો તુટવાથી  લોકોને ભય હતો કે, દરિયાનું ખારૂ પાણી મેઢાક્રિક કેનાલ વાટે  પ્રવેશે તો કુછડી વિસાવાડા સહિતના  ગામોના કુવાના પાણીના તળ ખારા થવાનો ભય હતો. પણ સિંચાઇ વિભાગ અને ગ્રામજનોના સહયોગથી તુટેલા પાળાનુ યોગ્ય સમયે મરામત કામ થઇ જતા ખેતરો અને કુવાઓમાં દરિયાનું પાણી ઘુસતા અટકી ગયુ છે. તેમ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે  વધુમાં  જણાવ્યુ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.