સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મયોગીઓમાં સુપોષણ અને સંવેદના કેળવવા તેમજ આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ અને ગણવેશ કીટનું વિતરણ કરાયું હતું.
પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખરિયાએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રને સફળ બનાવવું હોય તો સૌપ્રથમ બાળકને સફળ બનાવવું પડે. કુપોષિત બાળકોને પોષિત બનાવવા એ આપણી મહત્વની જવાબદારી છે. કાર્યક્રમના પ્રાસંગિક સંબોધનમાં જિલ્લા પંચાયત પ્રમુખે બાળકોને કુપોષણ મુક્ત કરવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું. અહીં પોરબંદર જિલ્લા ગ્રામ્ય અને નગરપાલિકા કક્ષાએ કુલ આંગમવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને માતા યશોદા એવોર્ડ અને કાર્યકરોને 21 હજાર લેખે 2.3 લાખ ચુકવવામાં આવ્યા હતા.