પોરબંદરઃ શહેરમાં ચોપાટી પાસે આવેલા ચાઈનીઝ બજારમાંથી પાલિકા દ્વારા લારીઓ હટાવવામાં આવી છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે દરિયા કિનારાના બંદર રોડ પર રસ્તાની સાઇડમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. આ વિસ્તારમાં રહેતા ખારવા સમાજ, ભોંય સમાજ , સલાટ સમાજ, વોહરા સમાજ,સિપાહી જમાતના લોકો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.
- ખાણીપીણીની લારીઓ રસ્તા પર ન મૂકવા લોક માંગ
આ વિસ્તારમાં ખાણીપીણીના ધંધાર્થીઓની લારીઓ રાખવાથી દરેક પ્રકારના લોકોની અવરજવર વધી જશે અને સ્થાનિક લોકોને રોજબરોજ મુશ્કેલીઓ સહન કરવી પડશે તથા અવારનવાર ઝઘડાઓ પણ થશે. ખાસ કરીને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર જન્માષ્ટમી, રામનવમી, અષાઢી બીજ રામનવમીના સમયે આ રોડ પર ખૂબ જ ટ્રાફીક જામ થાઇ તેવી સ્થિતિ સર્જય તેમ છે. આથી નગરપાલિકા દ્વારા જ્યાં નડતર રૂપ ન હોય તે જગ્યાએ લારીઓને ખસેડવા રજૂઆત કરવામાં આવી હતી.