- પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
- પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે દરિયામાં ઠાલવવાનો વિરોધ
- દરિયાઇ જીવોનો નાશ અને માછીમારી ઉદ્યોગને માઠી અસર થવાથી ખારવા ચિંતન સમિતિએ કર્યો વિરોધ
પોરબંદરઃ આજે વિશ્વ સમુદ્ર દિવસ(World Sea Day) છે. આજના દિવસે સરકાર દ્વારા દરિયામાં ફેલાતાં પ્રદૂષણને રોકવા માટે પ્રયાસ કરવામાં આવે છે અને લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે સમુદ્રમાં પ્રદૂષણ થતું અટકાવવું, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જેતપુરના કાપડ ઉદ્યોગ, સાડી ઉદ્યોગનો કરોડો લીટર પાણીનો કદડો પાઇપલાઇન મારફતે પોરબંદરના સમુદ્રમાં ઠાલવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ નિર્ણય પર અમલવારી શરૂ કરવામાં આવી રહી છે. જેનો પોરબંદરની જનતાએ વિરોધ કર્યો છે.
પોરબંદરના પ્રકૃતિ The Youth Club દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
પોરબંદરના પ્રકૃતિ ધ યુથ કલબ દ્વારા આજે મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જેતપુર સાડી ઉદ્યોગનું ગંદુ કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોરબંદરના દરિયામાં અનેક માછલીની પ્રજાતિઓ અને કાચબા, વ્હેલ, શાર્ક, ડોલ્ફીન જેવી અલૌકિક જીવ સૃષ્ટિ વિશ્વમાનવી લુપ્તતાને આરે છે, ત્યારે પોરબંદરના દરિયામાં આ સૃષ્ટિ ખૂબ આસાનીથી અને વધુ જોવા મળે છે, પરંતુ દૂષિત પાણી ન કારણે દરિયાઈ જીવને નુકસાની પહોંચશે. આ કેમિકલ પાણીની પાઈપલાઈન જેતપુરથી છેક પોરબંદર સુધી આવશે તો આવા પાણીથી ફળદ્રુપ જમીન પણ બંજર જમીનમાં ફેરવાઇ જશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, વિવિધ સંગઠનો દ્વારા કરાયું વૃક્ષારોપણ
મત્સ્ય ઉદ્યોગને મોટો ફટકો પડી શકે
આ અંગે પોરબંદરના સમસ્ત ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈએ જણાવ્યું હતું કે, એક તરફ વાવાઝોડાના કારણે માછીમારીનો ધંધો ખૂબ જ મુશ્કેલીમાં છે અને માછીમાર પરિવારના લોકો આર્થિક રીતે હાલ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે જેતપુર ઉદ્યોગનું પાણી દરિયામાં ઠાલવવા માટે પાઈપલાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું હોવાથી માછીમારો માટે દરિયા કિનારા ઉપર નાની-મોટી ફિશીંગ બોટોએ માછીમારી કરવી પણ મુશ્કેલ બની જશે. એવામાં જેતપુરના કેમિકલ યુક્ત પાણી ફરજિયાત શુદ્ધ કરીને તેનો ઉપયોગ કરવાનો હોવા છતાં કેમિકલ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવાના બદલે પાણી એક પાઇપલાઇન મારફતે પોરબંદર નજીક દરિયામાં કરોડોના ડીપ સી પાઇપ લાઇનની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ રોજનું કરોડો લિટરનું દુષિત પાણી જો દરિયામાં કરવામાં આવશે તો તેની અસર મચ્છી પર પણ પડે તેમ છે. આ સાથે જ માછીમારોના વ્યવસાયને પણ મોટો ફટકો પડે તેમ છે અને જળ સૃષ્ટિનો સંપૂર્ણ નાશ થશે. જેથી આ પ્રોજેક્ટને બંધ કરવામાં આવે અને દરિયાઈ જીવ સૃષ્ટિને બચાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ખારવા ચિંતન સમિતિના પ્રમુખ જીવનભાઈ જિંદગીએ પણ માછીમારોના વ્યવસાયને બચાવવા માટે અને જીવ સૃષ્ટિને બચાવવા માટે અપીલ કરી હતી.
દૂષિત પાણીને શુદ્ધ કરીને ઉદ્યોગો ફરી વાપરી શકે તેમ છે :કોંગ્રેસ
તાજેતરમાં જેતપુરના કાપડ ઉદ્યોગ માંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવાની પાઇપલાઇન પ્રોજેક્ટ કર્યો છે તેના બદલે પાણીને શુદ્ધ કરી ઉદ્યોગો ફરી વાપરી શકે તેમ છે. તેનો વિરોધ કરી પોરબંદર જિલ્લા કોંગ્રેસના રામદેવ મોઢવાડિયાએ પણ આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવે તેવી માગ કરી છે.