પોરબંદરઃ જિલ્લાના કમલાબાગ રિનોવેશન માટે રૂપિયા 2,72,33,399ના કામમાં તાંત્રિક મંજૂરી તારીખ 27 જૂન 2015ના રોજ આપવામાં આવી હતી. ટેન્ડર મેન્યુઅલ ક્લોઝના બે મુજબ 25 લાખથી ઉપરના ટેન્ડર નિવેદન એક લોકલ પેપરમાં અમદાવાદથી પ્રસિદ્ધ તથા દૈનિક પત્રમાં જાહેરાત આપવાની હોય છે. પરંતુ આ ટેન્ડર નિવિદા માત્ર એક જ પોરબંદરથી પ્રસિદ્ધ થતાં પેપરમાં આવી હતી.
આ અંગે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ પાલિકા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે,નગરપાલિકા દ્વારા એક એન્જિનિયર તપાસ માટે રાખવાનો હોય છે તે ન રાખી તેના પગારની રકમમાંથી કોન્ટ્રાક્ટરને મુક્તિ અપાઈ હતી. આમ, પ્રજામાં કાર્યમાં અધિકારીઓ પોતાની ખિસ્સા ભરવાની લાલચે વિકાસ કાર્યોમાં અડચણરૂપ બની રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ કામમાં નાણાકીય ગેરરીતિ કરનાર અને નાણાકીય ગેરરીતિઓ પાછલા બારણેથી સામેલ ભાજપના આગેવાનો સામે કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસના આગેવાન રામદેભાઇ મોઢવાડીયા એ મુખ્ય પ્રધાન રૂપાણીને કરી છે.