ETV Bharat / state

પોરબંદરનો "દરિયા મહેલ" રીનોવેશન બાદ ફરી લોકોના દિલમાં સ્થાન પામશે

આઝાદીના સમયમાં સરકારમાં અનેક રજવાડાઓએ ભેટ સ્વરૂપે મહેલો અને સ્થાપત્યો આપ્યા હતા. જેમાં પોરબંદરમાં પણ નટવરસિંહજીએ દરિયાકાંઠે આવેલા "દરિયા મહેલ" પ્રજાજનો માટે શિક્ષણના હેતુથી સરકારને ભેટ આપ્યો હતો. જે મહેલ વર્ષો બાદ આ મહેલ જર્જરિત બન્યો હતો. જેથી સકરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી કરી આ મહેલનું રીનોવેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

પોરબંદરનો "દરિયા મહેલ" રીનોવેશન બાદ ફરી લોકોના દિલમાં સ્થાન પામશ

author img

By

Published : Aug 20, 2021, 2:31 PM IST

Updated : Aug 20, 2021, 4:10 PM IST

  • પોરબંદરનો "દરિયા મહેલ" રીનોવેશન બાદ ફરી લોકો ના દિલમાં સ્થાન પામશે
  • આઝાદીના અમૃત સમાન ભેટ એટલે રામ બા ટીચર્સ કોલેજ
  • વર્ષોથી જર્જરિત "દરિયા મહેલ"નું રીનોવેશન

પોરબંદર: આઝાદીના સમયમાં સરકારમાં અનેક રજવાડાઓએ ભેટ સ્વરૂપે મહેલો અને સ્થાપત્યો આપ્યા હતા. જેમાં પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોરબંદરના દરિયાકાંઠે આવેલા "દરિયા મહેલ" પ્રજાજનો માટે શિક્ષણના હેતુથી સરકારને ભેટ આપ્યો હતો અને ત્યાં રામબા ટીચર્સ કોલેજ ચાલતી હતી પરંતુ વર્ષો બાદ આ મહેલ જર્જરિત બન્યો હતો અને જીવન જોખમ ના કારણે કોલેજને અન્ય સ્થળે તબદીલ કરાઈ હતી.

પોરબંદરનો "દરિયા મહેલ" રીનોવેશન બાદ ફરી લોકોના દિલમાં સ્થાન પામશ

જાગૃત નાગરિકોએ મુહિમ શરૂ કરી

જાગૃત નાગરિકોએ મુહિમ શરૂ કરી સરકારને રજૂઆત બાદ આ મહેલને જાળવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી અને આજે તેના રીનોવેશનનું કાર્ય એટલું કાળજી પૂર્વક થઈ રહ્યું છે. જેને જોઈને તમે પણ બોલી જાવ કે વાહ કેટલો સુંદર મહેલ છે.

પોરબંદર કન્ઝર્વેટિવ ગ્રુપ દ્વારા સરકારને કરેલી રજૂઆત

મહેલના રીનોવેશન માટે પોરબંદર કન્ઝર્વેટિવ ગ્રુપ દ્વારા સરકારને કરેલી રજૂઆત ફળી હતી. ઘણા વર્ષોથી જર્જરિત બનેલા આ દરિયા મહેલ ની દયનિય હાલત બની હતી. જેને રીનોવેશન માટે અનેક ઇતિહાસવિદો અને સામાજિક કાર્યકર્તા ઓએ મુહિમ ચાલવી હતી. જેમાં પોરબંદર કન્ઝર્વેટિવ ગ્રુપ દ્વારા સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ સરકાર દ્વારા 7 કરોડથી વધુ રૂપિયા ફાળવવામાં આવતા બોમ્બેના સવાણી ગ્રુપ દ્વારા મહેલનું પ્રથમ વિભાગનું રીનોવેશનનું કાર્ય હાથ ધરાયુ છે.

"દરિયામહેલ" પ્રવાસન ક્ષેત્રની યશકલગીમાં પણ વધારો

પોરબંદરના સામાજિક કાર્યકર્તા અને પોરબંદર હેરિટેજ કન્ઝર્વેટિવ સોસાયટીના સભ્ય હિરલ બા જાડેજાએ જણાવ્યું હતું કે, ગાંધીજીના જન્મ સ્થળ અને સુરખાબી શહેર તરીકે ઓળખાતું પોરબંદર અનેક રીતે ઇતિહાસને સાચવીને બેઠું છે અને સોમનાથ અને દ્વારકા વચ્ચે આવેલા હોવાથી અહીં મોટા ભાગના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે.

મહેલનું એક વિભાગનું કાર્ય પૂર્ણ

વર્ષોથી જર્જરિત બનેલા આ મહેલનું એક વિભાગનું કાર્ય પૂર્ણ થયું છે. તેના બીજા વિભાગનું કાર્ય પણ વહેલી તકે શરૂ કરવામાં આવે તો આ મહેલને પ્રવાસન ક્ષેત્રે વિકસાવી શકાય તેમ છે. તેમાટે કન્ઝર્વેટિવ ગ્રુપના નિશાંત બઢ, રાજેશ લાખાણી સહિતના સભ્યો દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. રાજસ્થાનમાં મહેલોની મુલાકાત લેવા અનેક પ્રવાસીઓ જાય છે. તેમ રાજ્ય સરકાર દ્વારા પોરબંદરમાં પ્રવાસીઓ માટે મ્યુઝિયમ અને જોવાલાયક સ્થળો બનાવવામાં આવે તો અનેક રીતે પ્રવાસન ક્ષેત્રે પણ વધારો થઈ શકે તેમ છે.

રીનોવેશનનું કામ શરૂ કરવાં આવ્યું

સવાણી કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ (બોમ્બે )ના પોરબંદરની સાઈટ ઇન્ચાર્જ નીલકંઠ કાચાના જણાવ્યા અનુસાર 26 મી જાન્યુઆરી 2020થી રીનોવેશનનું કામ શરૂ કરવાં આવ્યું હતું. જેમાં 100 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. વર્ષો પહેલા નેચરલ મટીરીયલનો ઉપયોગ થતો તે મટીરીયલનો ઉપયોગ આ રીનોવેશન કરવામાં આવી રહ્યું છે જેમાં બેલ તેલ, અડદ,ખાંડ, ગોળ, મેથી, ડોલેમાઈટ, લાઇમસ્ટોન જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. કોરોનાના કારણે ત્રણ મહિના કામ બંધ રાખવામાં આવ્યું હતું એક વિભાગ નું કાર્ય પૂર્ણ થવાનાઆરે છે જયારે આગામી સમય માં બીજા વિભાગ ની કાર્યવાહીના પ્રયાસો ચાલી રહ્યા છે.

પ્રજા અને રાજપૂત સમાજ હંમેશા પોરબંદરના પ્રજાવત્સલ રાજાના આભારી રહેશે

આઝાદી બાદ પોરબંદરના રાજા નટવરસિંહજીએ આ ભવ્યાતિ ભવ્ય મહેલ શિક્ષણના હેતુ માટે પ્રજાના હિત માટે ભેટ આપેલા જેના માટે પોરબંદરની પ્રજા અને પોરબંદર રાજપૂત સમાજ રાજાના હંમેશા આભારી રહેશે સાથે સાથે માતા રામબાની પ્રતિમા જો અહીં મુકવામાં આવે તો અહીં આવતા લોકો અને નવી પેઢીને પણ ઇતિહાસ શું છે ? તે ખ્યાલ આવશે તેથી રામ બાની પ્રતિમા અહીં મુકવામાં આવે તેવી લાગણી પોરબંદર રાજપૂત સમાજના સેક્રેટરી રાજદીપસિંહ જેઠવાએ જણાવ્યું હતું.

Last Updated : Aug 20, 2021, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.