પોરબંદરમાં: ગત તારીખ 10 ઓગસ્ટના રોજ રાત્રી દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઈન લાઈવ થઈ પોરબંદરના ત્રણ મુસ્લિમ સમાજના યુવાનોએ પોતાના ઉપર ખોટી ફરિયાદ થઈ હોવાનું કહી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષે પણ યુવાનો પર સમાજમાં ગેરસમજ ઊભી કરવાનો આક્ષેપ કર્યા હતા. હાલ નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
20 દિવસથી ચાલે છે આ વિવાદ: પોરબંદરમાં નગીના મસ્જિદમાં ધર્મગુરુ વાસી ફરઝાનાએ 20 દિવસ અગાઉ ધાર્મિક પ્રવચન આપ્યું હતું. જેમાં સદકા અંગે અમુક વાત કરી હતી. જેનો ઓડિયો ક્લિપ સાંભળીને અમુક યુવાનોએ વિરોધ કર્યો હતો. વાસી ફરઝાના સમર્થકોને ગત તારીખ 1 ઓગસ્ટ 2023 ના રોજ મંગળવારે રાત્રે 10:30 વાગ્યે દારૂન ઉલુમ ગૌસે આઝામ સંસ્થાની ઓફિસ પાસે પણ ધમકી પણ આપી હતી. છ જેટલા નામચિહ્ન શખ્સો અને અજાણ્યા શખ્સોએ સમર્થકોને ઢીકા પાટુનો માર માર્યો હતો. ધર્મગુરુ વાસી ફરઝાનને તથા મુસ્લિમ આગેવાનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તારીખ 10 ઓગસ્ટના રોજ મુસ્લિમ અગ્રણી યુસુફ પૂંજાણીએ પોરબંદર કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં કરી હતી.
વાસીફ રજા સામે ગુન્હો દાખલ: પોરબંદર નગીના મસ્જિદમાં મૌલવી વાસીફ રઝા સામે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતના અપમાન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં પુછેલ પ્રશ્નોનો જવાબ આપવામાં સમૂહના લોકો વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
"આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન અંગે પોલીસ તપાસ કરે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી હોય તો તેની તપાસ કરે. આ ઉપરાંત સમાજમાં ધાર્મિક રીતે ગેરસમજ ઉભી કરી રહ્યા છે. વોટ્સએપ ગ્રુપ બહાર શરીયત એડમીન પર કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી."-- શબીર સતાર હમદાણી (પ્રમુખ દારૂલ ઉલમ ગૌષે આઝમ સંસ્થા)
ઇન્સ્ટાગ્રામ લાઈવ આત્મહત્યા: પોરબંદરના સકિલ કાદરી, સોહિલ પરમાર અને ઈમતીયાજ હારુને ગત તારીખ 10 ઓગસ્ટના રોજ રાતે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ધર્મગુરુ હાફિઝ વાસીફ રઝા અને તેના સમર્થકોએ તેના પર ખોટી ફરિયાદ કરી છે. પોરબંદરમાં નહીં રહેવા દે આથી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. તેવું ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જણાવ્યું હતું.
"આ અગાઉ 6 આરોપી અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. જ્યારે આજે ત્રણેય યુવાનોનું નિવેદન લઈ જાણવા જોગ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ સમગ્ર બાબતમાં કોઈ શખ્સોની અટકાયત કરવામાં નથી આવી" -નીલમ ગોસ્વામી,ડી.વાય.એસ.પી,પોરબંદર
વિવાદિત ઓડિયો કલીપ અંગે રહસ્ય: પોરબંદરમાં મુસ્લિમ સમાજના યુવાનો અને મુસ્લિમ ધર્મગુરુ તથા તેમના સમર્થકો વચ્ચે જે વિવાદ થયો છે. તે એક ઓડીઓ કલીપ ફરી રહી છે. જેમાં કોઈ રાષ્ટ્રગીત "જન ગન મન..." ન ગાવા અંગે જણાવી રહ્યું હોય તેવું સામે આવ્યું છે. તે શરીયત વિરુદ્ધ હોય તેવું બોલી રહ્યા છે. આ કલીપ મુસ્લિમ ધર્મગુરુ વાસી ફરઝાના અવાજ હોવાનું યુવાનોએ જણાવ્યું છે. જ્યારે મુસ્લિમ સમાજના અગ્રણી અને દારૂલ ઉલુમ ગૌષે આઝમ સંસ્થાના પ્રમુખ અને અંજુમને ઇસ્લામના વહીવટદાર શબીર સતાર હમદાણી તથા મુસ્લિમ અગ્રણી યુસુફ પુંજાણી પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને જણાવ્યું હતું કે આ ઓડિયો કલીપ અમારી પાસે આવી નથી. કોની છે તે અંગે પણ ખ્યાલ નથી. આ અંગે પોરબંદર પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ કરી હતી.
ઓડિયો કલીપ માં શુ બોલે છે મૌલાના: બહાર-એ-શરીયત ગ્રુપમાં આવેલ ઓડિયો કલીપમાં મુસ્લીમોએ રાષ્ટ્રગીત "જન ગણ મન, જય હો...જય હો ભારત ભાગ્ય વિધાતા' ના બોલી શકે તથા તારીખ 26 જાન્યુઆરીના દિવસે ઝંડો લહેરાવી શકાય પણ મુસ્લિમો સલામી ન અપાય તેમ જણાવી રહ્યા છે.
પ્રેસ કોન્ફરન્સનું આયોજન: પોરબંદરમાં ત્રણ યુવાનોએ ફીનાઇલ પી મૌલાના વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. તે સંદર્ભે ગઈ કાલે રાત્રે 8 કલાકે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શબિર હમદાનીએ આ ઓડિયો કલીપ કોની છે. તે અંગે પોલીસ ને યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું પરંતુ યુવાન એ જેમની સામે આક્ષેપ કર્યા છે તે વાસીફ રઝા મૌલાના પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા ન હતા.