પોરબંદર કલેકટર કચેરી ખાતે પોરબંદરના કલેકટર એમ.એચ પંડ્યા દ્વારા તાત્કાલિક મીટીંગ બોલાવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા અધિકારી પાર્થરાજસિંહ ગોહિલ નગરપાલિકાના ચીફ ઓફિસર આર.જે હુદડ અને પીજીવીસીએલના અધિકારીઓ તથા કાર્યપાલક ઇજનેરો સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ મિટિંગમાં જિલ્લા કલેકટરે સુરતની આગની ઘટના બાદ આવી ઘટના ફરી ક્યાંય ન બને તે અંગે તકેદારીના પગલે પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ સ્કૂલો, પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસનું લીસ્ટ બનાવ્યું છે.
જેમાં બહુમાળી બિલ્ડિંગમાં આવેલ હોય તેની તપાસ હાથ ધરવામાં આવશે અને બેદરકારી દાખવનાર લોકો પર કડક પગલાં ભરવામાં આવે અને ત્રણ દિવસની અંદર તપાસ કરી ત્રણ દિવસમાં ફાયરસેફ્ટી સહિતના સાધનો વસાવી લેવાની નોટિસ પાઠવવામાં આવે તેવો આદેશ કર્યો હતો આ મિટિંગમાં ચીફ ઓફિસર એ જણાવ્યું હતું, કે પોરબંદર શહેર અને જિલ્લા ભરમાં આવેલા બહુમાળી બિલ્ડિંગોમાં પ્રાઇવેટ હોસ્પિટલ 500 ચાલતા હોય તો સોશિયલ મીડિયા મારફતે અમને માહિતી મળી છે.
આ ઉપરાંત જ્યાં જ્યાં સેફ્ટીના સાધનો ન હોય તેની પણ તપાસ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જેમાં પોરબંદરમાં 4 ટીમ કાર્યરત થઈ ગઈ છે, છાયામાં 2 ટીમ જ્યારે રાણાવાવમાં 1 ટીમ અને કુતિયાણામાં પણ 1 ટીમ કાર્યરત થઈ ગઈ છે, આ ટીમમાં પોલીસ સાથે ફાયરબ્રિગેડના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે રહેશે અને તમામ બાબતે ચકાસણી કરવામાં આવશે.
જેમાં બિલ્ડીંગનો પ્રકાર બિલ્ડીંગની હાઈટ રાઈઝર ડાઉન કમર અને હોજ રીલ કે જેનાથી પાણીનો છટકાવ થઈ શકે આ ઉપરાંત અંદર ગ્રાઉન્ડ ટેન્ક કેપેસિટી ઓવરહેડ ટેન્ક કેપેસિટી ફાયર પંપ ફાયર આલારામ ડિટેક્શન સિસ્ટમ DCP ફાયર એક્ટિં ગયુસર co2 fire extinguisher ઉપરાંત લિફ્ટમાં ફાયરમેન સ્વીચ દાદરાની સંખ્યા પાર્કિંગમાં sprinkler system આ અંગેનો સર્વે કરાવવામાં આવશે અને ત્રણ દિવસમાં આ સુવિધા વસાવવાની નોટિસ આપવામાં આવશે.