પંખાઓ ચાલુ હોવા છતાં કોઈ દ્વારા તેમને બંધ કરી દેવામાં આવે છે. પીવાના પાણીનો માત્ર એક જ નળ કાર્યરત છે. કુલર છેલ્લા કેટલા સમયથી બંધ હાલતમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને ગરમ પાણી પીવાની ફરજ પડે છે. આવા ધોમ ધખતા તડકા અને ગરમીમાં બાથરૂમમાં મોટર બંધ હોવાને કારણે ત્યાં પણ હાલાકી સહન કરવાની ફરજ મુસાફરો અને વિદ્યાર્થીઓને પડે છે.
આ બાબતે પોરબંદર જિલ્લા NSUIએ ડેપો મેનેજર પાસે રજૂઆત કરી હતી. જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં નથી આવતું જેથી બહારથી ટાંકાઓ મંગાવાની ફરજ પડે છે અને બોરનું પાણી પીવડાવાની ફરજ અમોને પડે છે. જે પંખાઓ બંધ કરી આપવામાં આવે છે ત્યાં પણ કોઈ જવાબદાર વ્યક્તિને બેસાડી દેવામાં આવશે જેથી કરી ફરી આ સમસ્યા ઉદભવે નહિ. કુલર ફરી કાર્યરત કરવા માટે પુરા પ્રયત્નો કરવામાં આવશે. વધુમાં વધુ ૪ દિવસમાં બધી સમસ્યાનું નિવારણ કરવામાં આવશે તેવી ખાતરી ડેપો મેનેજર દ્વારા આપવામાં આવી હતી.