ETV Bharat / state

પોરબંદર-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી દોડશે, બુકિંગ 20 તારીખથી શરું - ટ્રેન ન્યૂઝ

પશ્ચિમ રેલવેએ યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો.

પોરબંદર-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન
પોરબંદર-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન
author img

By

Published : Feb 17, 2021, 5:17 PM IST

  • યાત્રીઓને પ્રવાસમાં પડતી મુશ્કેલીઓમાંથી મળશે રાહત
  • પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન થશે શરુ
  • વેબસાઈટ પર 20 ફેબ્રુઆરીથી બુકીંગ શરુ થશે

પોરબંદર: ટ્રેન નંબર-09204 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરી 2021થી દર મંગળવારે 00:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 08:20 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09203 સિકંદરાબાદ-પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 24 ફેબ્રુઆરી 2021થી દર બુધવારે સિકંદરાબાદથી 15:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 22.05 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન રૂટમાં, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બોઇસર, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ જં., પૂણે, દૌંડ જં., સોલાપુર જંકશન, કલબુર્ગી, વાડી, તંદૂર અને બેગમપેટ સ્ટેશનો પર રોકાશે.

વેબસાઈટ પર થશે બુકીંગ

આ ટ્રેનનું બુકિંગ નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર 20 ફેબ્રુઆરી, 2021થી શરૂ થશે. યાત્રી ઉપરોક્ત વિશેષ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.