ETV Bharat / state

પોરબંદરમાં સાંદીપનિ હરિ મંદિરમાં પાટોત્સવ, ભાગવત ચિંતન પ્રવચનમાળાનો વિરામ - ભાગવત ચિંતન પ્રવચમાળા

પોરબંદરમાં સાંદીપનિ શ્રીહરિમંદિરમાં ચાલી રહેલા પાટોત્સવના વિવિધ આયોજનો પૈકીના ભાગવત ચિંતન યાત્રાની પ્રવચમાળાનો શુક્રવારના રોજ વિરામ આપવામાં આવ્યો છે.

Porbandar
પોરબંદરમાં સાંદીપનિ શ્રીહરિમંદિરમાં પાટોત્સવનો વિરામ
author img

By

Published : Feb 1, 2020, 8:13 AM IST

પોરબંદરઃ શહેરમાં સાંદીપનિ શ્રીહરિમંદિરમાં ચાલી રહેલા પાટોત્સવના વિવિધ આયોજનો પૈકીના ભાગવત ચિંતન યાત્રાની પ્રવચમાળાનો શુક્રવારના રોજ વિરામ આપવામાં આવ્યો હતો. આ વ્યાખ્યાન માળાના મુખ્ય વક્તા મથુરાથીવસંત શાસ્ત્રી ચાતુર્વેદીએ શ્રીમદ ભાગવતના દસ સ્કંધો સુધી વૈષ્ણવચાર્ય મહાપ્રભુજીએ લખેલી સુબોધિની ટીકાને આધારે ભાગવતના વિવિધ પ્રસંગોને લાક્ષણિક, મૌલિક અને ધાર્મિક રીતે ગૂંથી લેવા બદલ રમેશભાઈ ઓઝાએ વક્તાને અભિનંદન પાઠવ્યાં હતાં અને તેમના પ્રવચનમાં સાંદીપનિના પાટોત્સવ દરમિયાન પ્રતિવર્ષ પ્રવચન માટે આવતા વિખ્યાત સંતોને યાદ કરીને હરિ મંદિર અંતર્ગત પાટોત્સવમાં ચાલતી પ્રવૃતિઓને બિરદાવી હતી.

વસંત શાસ્ત્રી ચાતુર્વેદી

31મી તારીખની ભાગવત પરની પ્રવચન શ્રેણીમાં ભાગવતના 9મા તથા 10મા સ્કંધના આધારે સમિક્ષા કરતા શ્રીક્રુષ્ણ પ્રેમથી વિહવળ બનનાર વ્રજ ગોપીઓ અને વિહવળ ભક્તોની દસ પ્રેમ દશાને વર્ણવતાં કહ્યું હતું કે, ક્રુષ્ણ પ્રેમમાં ઝૂરતા ભક્તોના દિવ્ય પ્રેમની દસ દશા મહાપ્રભુજીએ દર્શાવી છે. આ દસ દશા શરીરની દસ ભાવ દશા દર્શાવે છે. જેમાં પહેલી છે નેત્ર (આંખ), આંખ આપણને પ્રિયની પાસે લઈ જાય છે. બીજી ક્રુષ્ણ પ્રેમની ભાવ દશા અનુરાગ છે. આંખના અનુરાગ કૃષ્ણને જોયા વિના નહીં રહેવાની પ્રેરણા આપે છે. ક્રુષ્ણ પ્રેમની ત્રીજી અને ચોથી દશા છે. મિલનનો સંકલ્પ જાગવો અને રાત્રિની ઊંઘ ઊડી જવી તો પાંચમી વિરહ દશામાં શરીર પાતળું અને સુકાઈ જાય છે અને મન બળતું રહે છે. ક્રુષ્ણ પ્રેમની છઠી અવસ્થામાં સંસારમાં ક્યાય ચેન પડતું નથી. ખાવા-પીવા હરવા ફરવાની ઈચ્છા થતી નથી તો સાતમી દશામાં લજ્જા જતી રહે છે. આને કારણે કુલધર્મ છોડીને પણ ક્રુષ્ણ પ્રત્યે ખેંચાણ વધી જાય છે અને આઠમી દશામાં ઉન્માદનું વધવું અને નવમી દશામાં પ્રેમી કૃષ્ણનો વિરહ સહન ન થતાં મૂર્છા આવવી અને અંતિમ દશા છે. મૃત્યુએ ભગવાનમાં લીન થવા સમાન ઉત્કર ભાવ દશાનું પરિણામ હોવાનું તેઓએ દૃષ્યંત દ્વારા સમજાવેલ છે.

સાંદીપનિ શ્રીહરિમંદિર
સાંદીપનિ શ્રીહરિમંદિર

ત્રિ-દિવસીય પ્રવચન માળાનું સમયાન

ભાગવત ચિંતનની ત્રિ-દિવસીય પ્રવચન માળામાં સાંદીપનિના ભૂતપૂર્વ ઋષિકૂમારો અને વર્તમાનમાં ભાગવત કથા વાંચતા યુવાકથાકારો 29થી 31 તારીખ દરમિયાન ભાગવતના વિવિધ પ્રસંગો પરમાર્મિક વ્યાખ્યાનો આપ્યાં હતા.

પૂજ્ય ભાઇશ્રીનું ઉદબોધન

પૂજ્ય ભાઇશ્રીએ તેમના પ્રેરક બોધનમાં પાંચ દિવસના પાટોત્સવમાં અનેક કાર્યક્રમમાં સમયનો અભાવ અનુભવવા મળે છે. ભાગવત ચિંતન યાત્રામાં પણ સાગરમાંથી ગાગર ભરવા જેવો સમયનો અભાવ વક્તા અને શ્રોતાઓ અનુભવ્યા છતાં આવું ચિંતન સાંદીપનિના ઋષિકુમારોને વ્યાપક ચિંતન કરવાની પ્રેરણા આપી રહ્યું છે. તેમ જણાવ્યુ હતું. તેઓએ સાંદીપનિ વિદ્યાનિકેતનના ઉપક્રમે વર્ષભરમાં પાટોત્સવ, ગુરુપૂર્ણિમા, હોળી-ધૂળેટી ઉત્સવ નવરાત્રિ અનુષ્ઠાન, દીપોત્સવ પર્વ સહિતના કાર્યક્રમ એટલા માટે નિહાળી શકું છું, કેમકે 350 ઉપરાંત યુવાન વિદ્યાર્થી કાર્યકરો અનેક પ્રકલ્પોને વહેંચી લઈને પાર પાડવામાં કુશળતા પ્રાપ્ત કરી ચૂકેલ હોવાથી સમયસર અને યોજનાબદ્ધ રીતે કાર્ય પાર પાડે છે.

સાંદીપનિ શ્રીહરિમંદિર
સાંદીપનિ શ્રીહરિમંદિર

તેમણે 1 ફેબ્રુઆરીના રોજ હરિમંદિર અભિષેક પૂજન-અર્ચન માટે વૃંદાવનના મહામંડલેશ્વર કાષ્ણિ સ્વામિ, શ્રીગુરુ શરણ નંદરજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં અભિષેક-અર્ચન સંપન્ન થશે. એમ જણાવી અભિષેક અને પાટોત્સવના મનોરથી વિજયભાઇ ખીરોયા લક્ષ્મીનારાયણ પૂજન અને બજરંગલાલ તાપડીયા પરિવાર રાધાક્રુષ્ણ અને રામદરબારનું અભિષેક પૂજન ગીતાબેન આહુજા સહિતના મનોરથીઓને પાટોત્સવના હરિમંદિર અભિષેક પૂજન-અર્ચન કાર્યક્રમ નિહાળવા 1 ફેબ્રુઆરીથી બપોરના 12:30 સુધી ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.

સાંસ્ક્રુતિક કાર્યક્રમો

સાંદીપનિ વિદ્યાનિકેતનની 3 વિઘા સંસ્થાઓમાંથી સંસ્કૃતમાં અભ્યાસ કરતા સાંદીપનિ ઋષિકુળના ઋષિકુમારો દ્વારા 31મી તારીખે ગુજરાતી માધ્યમના છાત્રોનો 1 ફેબ્રુઆરી અને અંગ્રેજી માધ્યમના છાત્રોનો સાંસ્ક્રુતિક કાર્યકમ 2 ફેબ્રુઆરીએ યોજાશે તે અંગે સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલી રહેલ પ્રવૃતિઓને બિરદાવી હતી. હરિ મંદિરના પૂજન અભિષેકની રાત્રિએ એટલે કે, 1 ફેબ્રુઆરીએ સાંદીપનિ પરિસરમાં હરિ પાલખી યાત્રામાં જોડાવા પણ અનુરોધ કર્યો હતો.

સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ

2 ફેબ્રુઆરીને રવિવારે સવારે 8:30 કલાકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મહાપુરૂષોના ભાવ પૂજન માટે ગૌરવ એવાર્ડ અર્પણ સમારોહ યોજાશે. જેમાં દેવર્ષી એવોર્ડ સાધ્વી ઋતુમ્ભરાજી-વૃંદાવન, બ્રમહર્ષિ એવોર્ડ પ્રોફેસર શ્રી વેમ્પટી કુટુંબ શાસ્ત્રીજી દિલ્હી, રાજર્ષિ એવોર્ડ રિઝવાન આદતીયા મોઝામ્બીક(આફ્રીકા), તથા મહર્ષિ એવાર્ડ શ્રી સિંધુતાઈ સપકાલ પુણે (મહારાષ્ટ્ર)ને અર્પણ થશે.

Intro:સાંદીપનિ શ્રી હરિમંદિરના ચાલી રહેલા પાટોત્સવના વિવિધ આયોજનો પૈકીના ભાગવત ચિંતન યાત્રાની પ્રવચમાળાનો આજે વિરામ

તા.૩૧-૦૧-૨૦૨૦, શુક્રવાર
સાંદીપનિ શ્રી હરિમંદિરના ચાલી રહેલા પાટોત્સવના વિવિધ આયોજનો પૈકીના ભાગવત ચિંતન યાત્રાની પ્રવચમાળાનો આજે વિરામ આપવામાં આવ્યો હતો. આ વ્યાખ્યાન માળાના મુખ્ય વક્તા મથુરાથીવસંત શાસ્ત્રી ચાતુર્વેદીએ શ્રીમદ ભાગવતના દસ સ્કંધો સુધી વૈષ્ણવચાર્ય મહાપ્રભુજીએ લખેલી સુબોધિની ટીકાને આધારે ભાગવતના વિવિધ પ્રસંગોને લાક્ષણીક,મૌલિક અને ધાર્મિક રીતે ગૂંથી લેવા બદલ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ વક્તાશ્રી ને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પ્રવચનમાં સાંદીપનિના પાટોત્સવ દરમિયાન પ્રતિવર્ષ પ્રવચન માટે આવતા વિખ્યાત સંતોને યાદ કરીને હરિ મંદિર અંતર્ગત પાટોત્સવમાં ચાલતી પ્રવૃતીઓને બિરદાવી હતી.
                                    વસંત શાસ્ત્રી ચાતુર્વેદી
         આજે ૩૧મી તારીખની ભાગવત પરની પ્રવચન શ્રેણીમાં ભાગવતના ૯મા તથા ૧૦મા સ્કંધના આધારે સમિક્ષા કરતાં શ્રી ક્રુષ્ણ પ્રેમથી વિહવળ બનનાર વ્રજ ગોપીઓ અને વિહવળ ભક્તોનીદસ પ્રેમ દશાને વર્ણવતાં કહ્યુ હતું કે ક્રુષ્ણ પ્રેમમાં ઝૂરતાં ભક્તોના દિવ્ય પ્રેમની દસ દશા મહાપ્રભુજીએ દર્શાવી છે આ દસ દશા શરીરની દસ ભાવ દશા દર્શાવે છે જેમાં પહેલી છે નેત્ર (આંખ), આંખ આપણને પ્રિયની પાસે લઈ જાય છે. બીજી ક્રુષ્ણ પ્રેમની ભાવ દશા અનુરાગ છે. આંખના અનુરાગ , કૃષ્ણને જોયા વિના નહીં રહેવાની પ્રેરણા આપે છે. ક્રુષ્ણ પ્રેમની ત્રીજી અને ચોથી દશા છે. મિલનનો સંકલ્પ જાગવો અને રાત્રિની ઊંઘ ઊડી જવી તો પાંચમી વિરહ દશામાં શરીર પાતળું અને સુકાઈ જાય છે અને મન બળતું રહે છે. ક્રુષ્ણ પ્રેમની છઠી અવસ્થામાં સંસારમાં ક્યાય ચેન પડતું નથી. ખાવા પીવા હરવા ફરવાની ઈચ્છા થતી નથી તો સાતમી દશામાં લજ્જા જતી રહે છે આને કારણે કુલધર્મ છોડીને પણ ક્રુષ્ણ પ્રત્યે ખેંચાણ વધી જાય છે અને આઠમી દશામાં ઉન્માદનું વધવું અને નવમી દશામાં પ્રેમી કૃષ્ણનો વિરહ સહન ન થતાં મૂર્છા આવવી અને અંતિમ દશા છે મૃત્યુ આ મૃત્યુ એ ભગવનમાં લીન થવા સમાન ઉત્કર ભાવ દશાનું પરિણામ હોવાનું તેઓએ દૃષ્યંત દ્વારા સમજાવેલ છે.
ત્રિ- દીવસીય પ્રવચન માળાનું સમયાન
                  ભાગવત ચિંતનની ત્રિ-દિવાસીય પ્રવચન માળામાં સાંદીપનીના ભુતપૂર્વ ઋષિકૂમારો અને વર્તમાનમાં ભાગવત કથા વાંચતાં યુવાકથાકારઓ તા.૨૯ થી ૩૧ તારીખ દરમિયાન ભાગવતના વિવિધ પ્રસંગો પરમાર્મિક વ્યાખ્યાનો આપ્યા હતા.

પૂજ્ય ભાઇશ્રીનું ઉદ(બોધન
         પૂજ્ય ભાઇશ્રીએ તેમના પ્રેરક બોધનમાં પાંચ દિવસના પાટોત્સવમાં અનેક કાર્યક્રમમાં સમયનો અભાવ અનુભવવા મળે છે. ભાગવત ચિંતન યાત્રામાં પણ સાગરમાંથી ગાગર ભરવા જેવો સમયનો અભાવ વક્તા અને શ્રોતાઓ અનુભવ્યા છતા આવું ચિંતન સાંદીપનિના ઋષિકુમારોને વ્યાપક ચિંતન કરવાની પ્રેરણા આપી રહ્યું છે તેમ જણાવ્યુ હતું.
         તેઓશ્રીએ સાંદીપનિ વિદ્યાનિકેતનના ઉપક્રમે વર્ષભરમાં પાટોત્સવ , ગુરુપૂર્ણિમા , હોળી –ધૂળેટી ઉત્સવ નવરાત્રિ અનુષ્ઠાન , દીપોત્સવ પર્વ સહિતના કાર્યક્રમ એટલા માટે નિહાળી શકું છું કેમકે ૩૫૦ ઉપરાંત યુવાન વિદ્યાર્થી કાર્યકરો અનેક પ્રકલ્પોને વહેંચી લઈને પાર પાડવામાં કુશળતા પ્રાપ્ત કરી ચૂકેલ હોવાથી સમયસર અને યોજનાબદ્ધ રીતે કાર્ય પાર પાડે છે.
         તેમણે આવતી કાલ ૧ ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ હરિમંદિર અભિષેક પૂજન-અર્ચન માટે વૃંદાવનના મહામંડલેશ્વર કાષ્ણિ( સ્વામિ શ્રી ગુરુ શરણ(નંદરજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં અભિષેક-અર્ચન સંપન્ન થશે એમ જણાવી અભિષેક અને પાટોત્સવના મનોરથી વિજયભાઇ ખીરોયા લક્ષ્મીનારાયણ પૂજન અને બજરંગલાલ તાપડીયા પરિવાર રાધાક્રુષ્ણ અને રામદરબારનું અભિષેક પૂજન ગીતાબેન આહુજા સહિતના મનોરથીઓ ને પાટોત્સવના હરિમંદિર અભિષેક પૂજન – અર્ચન કાર્યક્રમ નિહાળવા ૧ ફેબ્રુઆરીથી બપોરના ૧૨:૩૦ સુધી ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.
સાંસ્ક્રુતિક કાર્યક્રમો
         સાંદીપનિ વિદ્યાનિકેતનની ૩ વિઘા સંસ્થાઓમાંથી સંસ્કૃતમાં અભ્યાસ કરતાં સાંદીપનિ ઋષિકુળના ઋષિકુમારો દ્વારા ૩૧મી તારીખે તો ગુજરાતી માધ્યમના છાત્રોનો ૧ ફેબ્રુઆરી અને અંગ્રેજી માધ્યમના છાત્રોનો સાંસ્ક્રુતિક કાર્યકમ ૨ ફેબ્રુઆરી એ યોજાશે તે અંગે સાંદીપનિ વિદ્યાનિકેતનના છત નીચે ચાલી રહેલ પ્રવુતીઓને બિરદાવી હતી.
         હરિ મંદિરના પૂજન અભિષેકની રાત્રિએ એટ્લે કે ૧ ફેબ્રુઆરીએ સાંદીપનિ પરિસરમાં કળનારી હરિ પાલખી યાત્રામાં જોડાવા પણ અનુરોધ કર્યો હતો.
                           સાંદીપનિ ગૌરવ એવાર્ડ સમારોહ
         ૨ ફેબ્રુઆરી ને રવિવારે સવારે ૮:૩૦ વાગે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મહાપુરૂષોના ભાવ પૂજન માટે ગૌરવ એવાર્ડ અર્પણ સમારોહ યોજાશે જેમાં દેવર્ષી એવાર્ડ સાધ્વી ઋતુમ્ભરાજી-વૃંદાવન , બ્રમહર્ષિ એવાર્ડ પ્રોફેસર શ્રી વેમ્પટી કુટુંબ શાસ્ત્રીજી-દિલ્હી, રાજર્ષિ એવાર્ડ- રિઝવાન આદતીયા-મોઝામ્બીક(આફ્રીકા) તથા મહર્ષિ એવાર્ડ શ્રી સિંધુતાઈ સપકાલ-પુણે (મહારાષ્ટ્ર)ને અર્પણ થશે.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.