પોરબંદર: 6 ઓગસ્ટના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એચ.એલ.આહીરની સુચના મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એચ.એન.ચુડાસમા સર્વલન્સ સ્કવોડના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કડીયાપ્લોટ રેલ્વે ફાટક પાસે રોડ પર વાહન ચેકીંગ દરમિયાન મીલપરા તરફથી બે શખ્સ એકટીવા સ્કુટર લઇને નીકળતા રોકાવી પુછપરછ કરી હતી.
એકટીવા સ્કુટરના કાગળો માગતા સ્કુટરના કોઇ આધાર પુરાવા ન હોવાથી પોકેટકોપ- ઇ-ગુજકોપની મદદથી એકટીવા સ્કુટરના નંબર GJ25F 4842 સર્ચ કરતા માલીકનું નામ અલગ આવતુ હોવાથી સ્કુટર તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલા વાસણો તથા પાણીની ઇલેકટ્રીક મોટર રાખવા બાબતે પુછપરછ કરતા એકટીવા તથા આ બધો સામાન ચોરી કર્યાની કબુલાત આપી હતી.
જે બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્કૂટર અને વાસણો તથા ઇલેક્ટ્રિક મોટર ચોરી ગયેલા મુદામાલ હોવાથી. બંને (1) રાહુલ રાજુભાઇ બેવાસી ઉવ.19 (2) કાયદાના સંધર્ષમાં આવેલ સગીર વયનો કિશોર (રહે. બન્ને જુડાળા) વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PI એસ.એલ.આહીર તથા સર્વેલન્સ સ્કોડના PSI એચ.એન.ચુડાસમા તથા ASI વી.એસ.આગઠ , HC જે.આર.કટારા ,બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ, ભીમશીભાઇ, કનકસિંહ, વિરેન્દ્રસીંહ, અક્ષયભાઇ, ચંદુભા વગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલા હતા.