પોરબંદર : જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા મળેલી સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા સાહેબના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.ઝાલા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી હતી.
જે દરમિયાન ડી.સ્ટાફના પો.કોન્સ. હિમાન્શુભાઈ તથા ઉદયભાઈને સંયુક્ત રીતે માહિતી મળી કે, ઉપલા ગંડીયાવાળા નેસ ખાતે દેવા ડાયા કોડીયાતર દેશી દારૂની હેરાફેરી કરે છે. ત્યારે બાતમી આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને દેશીદારૂ લિટર 1100 ભરેલા 50-50 લિટરના કુલ 22 બાચકા કિંમત 22000નો મળી આવ્યો હતો.
જે બાદ પોલીસે આરોપીની શોધખોળ કરી હતી. જો કે આરોપી પોલીસને મળ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.