પોરબંદરઃ લોકડાઉન દરમિયાન રાણાવાવ જમવાની પાર્ટીમાં રમેશ નામના શખ્સની વિજય અને બે અજાણ્યા શ્ખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો. જેને પોરબંદર પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
15 એપ્રિલે સાંજે રાણા કંડોરણા જમવાની પાર્ટીમાં બોલાચાલી થતા તે બાબતે મનદુઃખ રાખી રમેશની આરોપી વિજય મેરૂ તથા બે અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર તથા બોથડ પદાર્થ વડે માથામાં, મોઢા પર તથા ગળા પર ગંભીર ઇજાઓ કરી હત્યા કરી હતી. છેલ્લા એક માસથી આ કેસમા નાસતો ફરતો આરોપી વિજય કુતિયાણા મુકામે મોડી રાત્રીના પોતાના ઘરે આવવાનો છે તેવી ચોક્કસ હકીકતને આધારે એલ.સી.બી. તથા રાણાવાવ પોલીસ કુતીયાણા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન વિજય મેરૂભાઇ ભુતીયા રહે. કુતીયાણા વાળો મોટરસાયકલ લઇ નિકળતા તેને પકડી લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે. સોંપી આપેલ છે.
હાલ રાજ્યમાં લોકાડઉનની સ્થિતિ છે. જેના અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અન્વયે DySP સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ LCB PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા રાણાવાવ પો.સ્ટે.ના PSI બી.એસ.ઝાલા સ્ટાફ સાથે રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે જ કોવીડ 19 ના ચેપ અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ કોવીડ 19નો ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવી છે.
આ કામગીરીમાં પોરબંદર એલ.સી.બી PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા ASI રમેશભાઇ તથા HC બટુકભાઇ, રવિન્દ્રભાઇ, ગોવિંદભાઇ, રણજીતભાઇ તથા PC દિલીપભાઇ ,સલીમભાઇ, સુરેશભાઇ તથા રાણાવાવ પો.સ્ટે.ના PSI બી.એસ.ઝાલા તથા HC સી.ટી.પટેલ તથા PC ઉદયભાઇ, હિમાંશુભાઇ, સંજયભાઇ, તથા લોકરક્ષક કાનાભાઇ વગેરે જોડાયા હતાં.