પોરબંદર: આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કાયદા પ્રધાન કીરણ રીજ્જુ, ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાનો તથા મહાનુભાવો તારીખ 30 માર્ચના રોજ સાંજે 06 કલાકે રામનવમીના પાવન પર્વ પર માધવપુર ઘેડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન કરશે.
સાંસ્કૃતિક પર્વ તરીકે જાણીતો છે માધવપુર મેળો -પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યપ્રધાનો અને ગુજરાતના મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવો મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આવશે ગુજરાત, માધવપુર-ઘેડના લોકમેળાનો કરાવશે પ્રારંભ
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ -માધવપુર મેળામાં આવનાર ભાવિકો, પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સમન્વયને જોડતી ગરિમામય સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ થવાની હોવાથી આ તમામ કાર્યક્રમોને લઈને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. માધવપુર ઘેડ મેળામાં યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ ,પ્રવાસન વિભાગ, ઉદ્યોગ વિભાગ, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય તેમજ અન્ય વિભાગોના સંકલનથી જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા અનુષાંગિક વ્યવસ્થાઓ તેમજ માળખાકીય સુવિધાઓ મેળાના આયોજનને લઇને કરવામાં આવી રહી છે.
જિલ્લામાંથી પણ અધિકારીઓ નિયુક્તિ કરવામાં આવ્યા: પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ (Madhavpur Ghed Melo 2022) પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અધિકારીઓ નિયુક્તિ કરવામાં આવ્યા છે. મેળામાં 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ઉત્તર પૂર્વના રાજયો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક કૃતિઓની ભવ્ય અને દિવ્ય રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટોલ નિર્દર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને બંદોબસ્તની આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે.