પોરબંદર: જિલ્લાના બરડાડુંગર કોઠાવાળાનેશમાં LCB દ્રારા રેઇડ કરતા ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની બે મોટી ભટ્ઠીઓ મળી આવતા તેના વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીઓના નામ
- ચના જીવા ગુરગુટીયા
- કનુ નારણ ગુરગુટીયા
પોલીસે દારૂ બનાવવાનો આથો લી-5200 કિ.14,400 તથા આથાની વાસવાળા બેરલ નંગ-11 કિ.4400, 15 કિલોના ગોળ ભરેલા પતરાના ડબ્બા નંગ-2 કિ.1000, 15 કિલોના પતરાના ખાલી ડબ્બા નંગ-150 કિ.રૂ.750, બોઇલર બેરલ નંગ-2 કિ.800, ફિલ્ટર બેરલ નંગ-2 ની કિ.800 ત્રાબાની નળી 2 કિ.1000મળી કુલ કિ.રૂ.19,150નો મુદામાલ રાખી રેઇડ દરમિયાન હાજર ન મળી આવ્યાનો આ ગુનો નોંધ્યો છે.
દારૂ બનાવવાનો આથો લી-600 બેરલ સહીત કિ. 2400, આથાની વાસવાળા બેરલ નંગ-6 કિ.2400, 15 લીટરના પતરાના ખાલી ડબ્બા નંગ-25 કિ.125, બોઇલર બેરલ નંગ 2કિ.800, ફિલ્ટર બેરલ નંગ-2 ની કિ.800 મળી કુલ કિ.6,526નો મુદામાલ રાખી રેઇડ દરમિયાન હાજર ન મળી આવી બાબતે ગુનો નોંધ્યો હતો.
આ કામગીરીમાં આધિકારી/કર્મચારી પોરબંદર એલ.સી.બી ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, HC રવિન્દ્રભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, PC દિલીપભાઇ મોઢવાડીયા, સલીમભાઇ પઠાણ વગેરે રોકાયેલા હતા.