22 નવેમ્બરે રોજ સોઢાણા ખાતે સોઢાણાથી ભોમીયાવદર સુધીના રોડનું ખાતમૂહુર્ત કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, તાલુકા પંચાયત પ્રમુખ આવડાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઈ કારાવદરા, કેશુભાઈ શીડા, લખુભાઇ કારાવદરા, નિર્મલજી ઓડેદરા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

આ ઉપરાંત દેગામ ગામ ખાતે પણ દેગામથી રિણાવાડા સુધીના રોડનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, સરપંચ દેગામ, ભરતભાઇ સુંદાવદરા, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.