ETV Bharat / state

24 કલાકમાં સાયબર ફ્રોડ ઉકેલતી પોરબંદર સાયબર ક્રાઇમ - અમદાવાદ સાઇબર ક્રાઇમ

પોરબંદરના એક ધંધાર્થીએ સાયબર ફ્રોડની ઝપેટમાં આવી જતા રૂપિયા 1,19,251 ગુમાવ્યા હતા. જ્યારે આ બાબતે તેને પોરબંદર સાયબર સેલનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમે 24 કલાકમાં જ રૂપિયા પરત અપાવ્યા હતા.

24 કલાકમાં સાયબર ફ્રોડ ઉકેલતી પોરબંદર સાયબર ક્રાઇમ

author img

By

Published : Jan 17, 2021, 11:37 AM IST

  • 24 કલાકમાં સાયબર ફ્રોડ ઉકેલતી પોરબંદર સાયબર ક્રાઇમ
  • ડેરી સંચાલકે ATM કાર્ડ અને ઓટીપી શેર કરતા એક લાખથી વધુ રકમ ગુમાવી
  • ડેરી પ્રોડકટના ઓનલાઈન ચુકવણી પેઠે આચર્યું સાયબર ક્રાઇમ

પોરબંદર : દિવસેને દિવસે દુનિયા આધુનિકતા તરફ હરણફાળ થઈ રહી છે. ત્યારે ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. પોરબંદરના એક ધંધાર્થીએ સાયબર ફ્રોડની ઝપેટમાં આવી જતા રૂપિયા 1,19,251 ગુમાવ્યા હતા. જ્યારે આ બાબતે તેને પોરબંદર સાયબર સેલનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમે 24 કલાકમાં જ રૂપિયા પરત અપાવ્યા હતા.

24 કલાકમાં સાયબર ફ્રોડ ઉકેલતી પોરબંદર સાયબર ક્રાઇમ

ભોગ બનનાર ધંધાકીય પોતાના એટીએમ કાર્ડના ફોટા અને otp આરોપીને વોટસએપમાં શેર કર્યા હતા

પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓને ઝડપી નિકાલ માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર સિંહ પવાર તથા પોરબંદરના જિલ્લા પોલીસ અધિકારી રવિ મોહન સૈની દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે બાબતે તા. 12 જાન્યુઆરી 2020ના રોજ પોરબંદરના સુતારવાડા નાકા પાસે આવેલ ભાવના ડેરીના માલિક દિપક ચંદારાણાના મોબાઈલ પર કોઈ વિકાસ પટેલ નામના અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને આર્મીમેનની ઓળખ આપી 12 હજાર રૂપિયાના ડેરી પ્રોડક્ટનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તમામ પ્રોડક્ટ રેડી થઈ જતા પેમેન્ટ માટે ઓનલાઇન ચૂકવણી કરશે તેમ જણાવતા દીપકભાઈને એટીએમ કાર્ડની ડીટેઇલ માંગી હતી. અને ઓટીપી શેર કરવા જણાવ્યું હતું. તથા એટીએમ કાર્ડના ફોટો વોટસએપમાં મોકલવાનું જણાવ્યું હતું. દીપકભાઈએ તાત્કાલિક તે મોકલી આપતા અલગ-અલગ ટ્રાન્જેક્શન થતાં કુલ રકમ 1,19,251 રૂપિયાની ઉઠાંતરી થયાનું માલુમ પડતા દીપકભાઈએ પોરબંદર પોલીસને જાણ કરી હતી.

પોરબંદર અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી રૂપિયા પરત આવ્યા

દીપકભાઈના એકાઉન્ટમાંથી ગયેલ રૂપિયા પરત મેળવવા માટે પોરબંદર પોલીસ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શહેર જેસી કોઠીયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર ટેકનિકલ સેલના PSI પ્રતિક પટેલ અને PSI સુભાષ ઓડેદરાના તથા અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તાત્કાલિક સંયુક્ત રીતે કાર્યવાહી કરતા 24 કલાકમાં દીપકભાઈના એકાઉન્ટમાં પૂરેપૂરી રકમ પરત મેળવી આપી હતી. જેથી દીપકભાઈએ પોરબંદર સાયબર ક્રાઇમ ,અમદાવાદ સાયબર ક્રાઇમ તથા પોરબંદર પોલીસનો આભાર માન્યો હતો. તેમજ આ બનાવના અનુસંધાને તે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોઈપણ પ્રકારના બેન્ક એકાઉન્ટની વિગત સોશિયલ મીડિયામાં શેર કરતા પહેલા ચેતવું

પોરબંદર પોલીસે પોરબંદરની જનતાને અપીલ કરી હતી હતી કે, આપના મોબાઈલમાં કોઇ પણ અજાણ્યા શખ્સો દ્વારા ફોન કરી આપના ખાતાની ડિટેલ્સ ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડના નંબર CVV નંબર અથવા તો આપના ફોન પર આવેલ ઓટીપી માંગે તો આપવા નહીં આવા કોલથી સતર્ક રહેવા અને જો કોઈ વ્યક્તિ આનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.