ETV Bharat / state

20 લાખ પરત ન આપતા પોરબંદરના રાજકારણીના નજદીકી વિરુદ્ધ ફરિયાદ અરજી થઇ - અંગત મદદનીશ

પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી ગોરાણીયા વિરુદ્ધ જિલ્લા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. તેમને ઉછીના અપાયેલા 20 લાખ રુપિયા હજુ પરત ન કરતાં હોવાની તેમાં ફરિયાદ છે.

20 લાખ પરત ન આપતા પોરબંદરના રાજકારણીના નજદિકી વિરુદ્ધ ફરિયાદ અરજી થઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 8:37 PM IST

20 લાખ રુપિયા પરત ન કરતાં હોવાની ફરિયાદ

પોરબંદર : પોરબંદરના રહેવાસી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી લીલાભાઈ ગોરાણીયા વિરુદ્ધ દિનસુધાબેન પ્રભુદાસ ઠકરાર દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. જેમાં લાખણશી ગોરાણીયાએ વર્ષો પહેલાં 20 લાખ રુપિયા ઉછીના લઇ હજુ સુધી પરત ન કરવાની રજૂઆત કરવામાં આવી છે.

ફરિયાદ
ફરિયાદ

લાખણશી ગોરાણીયા સમાજસેવક ફરિયાદની વિગતો જોઇએ તો ફરિયાદી દિનસુધાબેન ઠકરારે કરેલી અરજીમાં જણાવાયું છે કે વર્ષો પહેલા તેમના પતિ પાસેથી ઉછીના લીધેલ 20 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યાં નથી. પોરબંદરમાં લાખણશી લીલાભાઈ ગોરાણીયા સમાજસેવક હોવા સાથે રાજકારણમાં પણ છે. તેઓ જેસીઆઈ સંસ્થાના સ્થાપક પ્રમુખ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હાલના પ્રમુખ પણ છે.

2014માં આપ્યાં 20 લાખ પોરબંદરના બિરલા હોલ રોડ પર આવેલ દીપપ્રભુ બંગલામાં રહેતા દિનસુધાબેન ઠકરારે આજે પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાને ઉલ્લેખીને એક ફરિયાદ અરજી આપેલી છે. જેમાં જણાવ્યું છે કે દિનસુધાબેનના સ્વર્ગસ્થ પતિએ તારીખ 4 /7 /2014 ના રોજ ચાર લાખ રૂપિયા અને છ લાખ રૂપિયાની રકમ લાખણશી ગોરાણીયાને હાથ ઉછીના પેટે આપેલ હતી. ત્યારબાદ એ જ રોજ તારીખ 4/ 7/ 2014 ના રોજ બીજા ચાર લાખ અને છ લાખની રકમ હાથ ઉછીના પેટે આપી હતી એટલે કુલ 20 લાખ હાથ ઉછીના પેટે લાખણશી ગોરાણીયાને આપેલા હતાં. ત્યારબાદ વર્ષ 2016માં પ્રભુદાસ જગજીવનદાસ ઠકરારનું નિધન થઈ ગયું હતું.

દિનસુધાબેનને નાણાંની જરુર પડી પતિના નિધન બાદ દિનસુધાબેનને રૂપિયાની જરૂર પડતા તેમણે લાખણશી ગોરાણીયા પાસેથી અનેકવાર રકમ પરત મેળવવા માંગણીઓ કરી હતી. પરંતુ હાલ 27 /11/ 2023 સુધી 20 લાખ રુપિયા પરત આપવામાં આવેલા નથી. જેથી આજે પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને રૂપિયા પરત અપાવવા માટે ફરિયાદ અરજી કરેલ છે. તેમણે બિડાણમાં 20 લાખના વ્યવહારની બેન્ક ડિટેલ પણ શામેલ કરી છે.

લાખણશી ગોરાણિયાની પ્રતિક્રિયા જ્યારે તેમની સામે કરવામાં આવેલી 20 લાખ રુપિયા પરત ન આપવાની અરજી વિશે પૃચ્છા કરવામાં આવી ત્યાતે લાખણશી ગોરાણીયાએ ફરિયાદને સામાજિક પ્રતિષ્ઠા બગાડવા માટેનું ષડયંત્ર છે તેમ કહ્યું હતું. લાખણશી ગોરાણીયા સાથે ફોનથી સંપર્ક કરતા તેઓએ લગ્ન પ્રસંગે વ્યસ્ત હોવાથી કાલે મળશે તેમ જણાવ્યું હતું અને આ સમગ્ર બાબતમાં તેઓની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠા બગાડવાનું એક ષડયંત્ર હોવાનો બચાવ કરેલો હતો.

  1. મહીસાગર સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન ફ્રોડ કરતા અમદાવાદના આરોપીને ઝડપી લીધો
  2. Porbandar Crime : પોરબંદરમાં દિવાળી દરમિયાન તસ્કરોનો તરખાટ, વૃદ્ધ મહિલાના મકાનમાંથી 20 લાખથી વધુની ચોરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.