- ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રામદેવ મોઢવાડિયાએ કર્યા મોટા આક્ષેપ
- ક્રીડાંગણના સાધનોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો
- પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ઘટસ્ફોટ
પોરબંદર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રામદેવભાઇ મોઢવાડિયાને આજે ( શુક્રવારે) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે ડીસ્ટ્રીક ખનિજ ફંડ ની ગ્રાન્ટ માંથી પ્રાથમિક શાળામાં અપાયેલા ક્રીડાંગણના સાધનોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે.
હિંચકાઓ પેટે પાંચ લાખનું ચૂકવણું કરવામાં આવ્યું
રામદેવ ભાઈના આક્ષેપ મુજબ એક સ્કૂલમાં સિમેન્ટ કોંક્રિટથી ફિક્સ કરવામાં આવેલ હિંચકાઓ પેટે પાંચ લાખ નું ચુકવણું કરવામાં આવ્યું હતું.હકિકતમાં તેની કિંમત 10 હજાર રૂપિયા થી વધારે થતી નથી. સ્થાનિક લેવલે પણ મેનેજ થઇ જાય એટલી સામાન્ય કિંમતમાં તૈયાર થઈ જાય છે. આથી જિલ્લા ખનિજ ફંડ માટે પ્રભારી પ્રધાનના અધ્યક્ષ પદે કમિટી હોય છે તેમજ આ કમિટીમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આયોજન અધિકારી અને ભૂસ્તર શાસ્ત્રી જેવા અધિકારીઓ સહિતના સભ્યો હોય છે આ કમિટીએ સૂચવેલા ગામ માર્ચ સાધનો ફિક્સ કરવાના હોય છે, પરંતુ અમુક ગામોમાં તો સાધનો ફિક્સ થયેલા હતા એટલે જગ્યા નહોતી તેથી આ કામના કોન્ટ્રાક્ટરે વગર મંજૂરીએ બીજા ગામમાં સાધનો ફિક્સ કરી દીધા હતા.
આ પણ વાંચો : જામનગર જી.જી.હોસ્પિટલનો છેડતી મામલો કેબિનેટમાં ચર્ચાયો
તમામ આક્ષેપ નકારતા અમલીકરણ અધિકારી
પોરબંદર જિલ્લા ખનિજ ફંડ ના અમલીકરણ અધિકારી મનીષ ઝીલડીયા એ જણાવ્યું હતુ કે શાળાઓમાં ક્રીડાગણ ડેવલોપ કરવામાં આવેલા છે જેમાં માત્ર હિંચકા જ નહી 14 જેટલી વસ્તુઓ આપવામાં આવી છે અને 3 વર્ષના નિભાવ ખર્ચ સામેલ છે આ ઉપરાંત સ્કૂલ દ્વારા સંતોષ કારક કામગીરી મડયા બાદ રકમની ચુકવણી કરાઈ છે.
આ પણ વાંચો : 'આપ' ના શરણે ઇસુદાન: મુખ્યપ્રધાન કેજરીવાલે પાર્ટીનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત