પોરબંદર: શહેરમાં આજે 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંખ્યા 636 થઈ છે. પોરબંદરના સત્યનારાયણ મંદિર પાસે રહેતા 33 વર્ષના પુરુષ તથા 28 વર્ષના ડિફેન્સના જવાનને અને રાણાવાવમાં રહેતા 13 વર્ષના યુવક તેમજ રણમાં રહેતા 30 વર્ષના પુરુષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરના શ્રીનગર ગામમાં રહેતા ૨૯ વર્ષના પુરુષ , ખાપટ ગામે રહેતા 37 વર્ષના પુરુષ, રાણાવાવમાં રહેતી ૨૩ વર્ષની મહિલા,રાણા કંડોરણા ગામે રહેતા ૬૨ વર્ષના પુરુષ રાણાવાવમાં ૭૦ વર્ષના પુરુષ, જોષીપરામાં રહેતા ૩૭ વર્ષના પુરુષ તેમજ જલારામ કોલોનીમાં રહેતા ૬૯ વર્ષના મહિલાનો કોરોના પોઝિટિવ આવ્યો છે.
આજે કુલ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક દર્દીનું મોત થતા અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ મૃત્યુંઆંક 59 પર પહોંચ્યો છે.પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 57 દર્દી છે. જેમા 31 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે covid કેર સેન્ટર ખાતે 2 દર્દી તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 12 દર્દીઓ છે.પોરબંદર જિલ્લામાંથી કરાયેલા હોમ આઇસોલેશનમાં 10 દર્દી અને અન્ય જિલ્લામાંથી હોમ આઇસોલેશન 00 દર્દી તથા સ્ટેટ્સ પેન્ડિંગ રિપોર્ટ 02 દર્દીઓ છે.