પોરબંદરઃ અયોધ્યામાં થનાર પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ ઉત્સાહી છે. કલાકારો પોતાની કળાનો ઉપયોગ કરીને પ્રભુ શ્રી રામ અને રામ મંદિર વિષયક કૃતિઓ તૈયાર કરી રહ્યા છે. આ શ્રેણીમાં પોરબંદરના અનોખા ભકત કાંતિબાપા પણ જોડાયા છે. તેમણે કોઈ ડીગ્રી હાંસલ કરી નથી કે કોઈ કળાની તાલીમ મેળવી નથી. તેમણે પોતાની કોઠાસૂઝથી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે.
વેસ્ટમાંથી બેસ્ટઃ છેલ્લા 10 દિવસથી કાંતિબાપા થર્મોકોલના વેસ્ટ ટુકડામાંથી આ કલાકૃતિ તૈયાર કરી રહ્યા છે. તેઓ જલારામ મંદિરમાં સેવક તરીકે કાર્ય કરે છે. મંદિરનું સેવા કાર્ય પૂરુ કર્યા બાદ આ કલાકૃતિ તૈયાર કરવામાં લાગી જાય છે. તેમણે આ કલાકૃતિ તૈયાર કરવામાં કોઈ ખાસ ખર્ચ કર્યો નથી. તેમણે થર્મોકોલના વેસ્ટ ટુકડામાંથી રામ મંદિરની બેસ્ટ અને એક્ઝેટ કલાકૃતિ તૈયાર કરી છે. તેઓ આ પ્રતિકૃતિ બનાવવામાં પોતાની આગવી કોઠાસૂઝનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કોઈ ખાસ ડીગ્રી કે કળાની તાલીમ લીધી નથી. તેમ છતાં તેઓ એક પણ ભૂલ ન રહી જાય તેવી રીતે કાળજીપૂર્વક છેલ્લા 10 દિવસથી આ મંદિર બનાવી રહ્યા છે.
22મી જાન્યુઆરીઃ સમગ્ર ભારત દેશમાં 22મી જાન્યુઆરીને લઈને ઉત્સાહ છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તે દિવસે પોરબંદરમાં ભકતોના દર્શનાર્થે કાંતિબાપા દ્વારા નિર્મિત આ રામ મંદિરની પ્રતિકૃતિ જલારામ મંદિરમાં મુકવામાં આવશે. જેથી ભકતો પોરબંદરમાં રામ મંદિરના દર્શન કરી શકે. અત્યારે પણ ભકતો કાંતિબાપા જે મહેનત કરી રહ્યા છે તેને અને કાંતિબાપાના ભક્તિભાવને બિરદાવી રહ્યા છે.
હું થર્મોકોલના વેસ્ટ ટુકડા શોધી લાવ્યો છું. તેના પર કટિંગ કરીને આ રામ મંદિર બનાવી રહ્યો છું. આ મંદિર બનાવવામાં ખાસ કોઈ ખર્ચ થયો નથી. મને જલારામ બાપા અંદરથી પ્રેરણા આપી રહ્યા છે...કાંતિબાપા(રામ મંદિર બનાવનાર, પોરબંદર)