ગાંધીજીના જીવન પર લેખક પ્રકાશ કાપડિયા લિખિત નાટક" ભારત ભાગ્ય વિધતા " નું દિગ્દર્શન રાજેશ જોશી અને સૂત્રધાર તરીકે ધર્મેશ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. આ નાટક ગુજરાતના 150 જેટલાં શો યોજવામાં આવ્યા છે. જયારે અન્ય રાજ્યમાં હિન્દી ભાષામાં આ નાટક ભજવવામાં આવેયું છે. આમ કુલ 36 થી પણ વધુ કલાકારોએ આ નાટકમાં ગાંધીજીના જીવનમાં તેના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના સિદ્ધાંતોનું કેવીરીતે પાલન કર્યુ છે તે બતાવવામાં આવ્યું છે.
આ નાટકમાં ગાંધીજીના બાળપણના પ્રસંગમાં શાળાના જૂઠા બોલવાના પ્રસંગ થી લઇ સત્યાગ્રહ અને આફ્રિકામાં પીટ્સ બર્ગ રેલવે સ્ટેશનની ઘટના અને જલિયાવાલા બાગ સહિત ભારત છોડો આંદોલન અને ભારત - પાકિસ્તાનના ભાગલા પણ દર્શાવવામાં આવ્યા હતા.
તો શ્રીમદ રાજચંદ્રના આધ્યાત્મિક જ્ઞાનથી પ્રેરણા મેળવી સમગ્ર વિશ્વમાં અહિંસક ક્રાંતિની શરૂઆત પીટર મેરિસ બર્ગ સ્ટેશન પરની ચીંગારી મશાલ બની દેશને દોરી રહી હતી અને ગાંધીજીએ તેમના જીવનમાં ઉતરેલા શ્રીમદ રાજચંદ્રના આધ્યાત્મિક વિચારોને પણ દર્શાવામાં આવ્યા હતા.
આ નાટક નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નાટકના કલાકારોએ ગાંધી જન્મ સ્થળ પર ગાંધીજીનું નાટક ભજવી ગર્વ અનુભવ્યો હતો.