ETV Bharat / state

Porbandar murder case પોરબંદરમાં સામાન્ય બોલાચાલી પહોંચી હત્યા સુધી, આરોપી જેલહવાલે

પોરબંદરમાં સામાન્ય બાબતે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હતો. અહીં ભંગાર બજારમાં (Porbadar Bhangar Bazar) એક શખ્સે બીજા શખ્સની હત્યા (person killed by another person in Porbadar) કરી નાખી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને જેલહવાલે કર્યો હતો.

Porbandar murder case પોરબંદરમાં સામાન્ય બોલાચાલી પહોંચી હત્યા સુધી, આરોપી જેલહવાલે
Porbandar murder case પોરબંદરમાં સામાન્ય બોલાચાલી પહોંચી હત્યા સુધી, આરોપી જેલહવાલે
author img

By

Published : Jan 19, 2023, 12:00 PM IST

ઝાપટ મારવાના મનદુઃખમાં થઈ ગઈ હત્યા

પોરબંદર વર્તમાન સમયમાં લોકોની વિચારશક્તિ અને માનસિકતા ખૂબ જ સંકુચિત થતી જાય છે તેવું અનેક ઘટનાઓ પરથી જાણવા મળે છે. આવી જ એક ઘટના બની છે પોરબંદર જિલ્લામાં. અહીં ઝાપટ મારવાની બાબતે મનદુઃખ થતાં એક વ્યક્તિએ ભંગાર બજારમાં હત્યા કરી નાખી હતી. જોકે, પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. તો શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.

આ પણ વાંચો Surat Crime : મોતને ઘાટ ઉતારી હત્યારો મૃતદેહને ખભે નાખીને હોસ્પિટલ પહોંચ્યો, CCTV આવ્યા સામે

પોલીસે શરૂ કરી કાર્યવાહી મળતી માહિતી અનુસાર, જિલ્લામાં 17 જાન્યુઆરીએ ભંગાર બજારમાં એક મૃતદેહ મળ્યો હતો. તેના માથા પર બોથડ પદાર્થના ઘા મારેલા હોવાનું જણાયું હતું. આ અંગે તપાસ કરતા મૃતક રમેશ ત્રિભોવનદાસ કણજારા નામના વ્યક્તિની કોઈ સાથે બોલાચાલી થતા ઝઘડો થયો હતો અને બગવદર ગામના માલદે રામા પરમારે તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે માલદે રામા પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Botad Rape Case: બોટાદમાં દેવીપૂજક સમાજની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને ચકાજામ

ઝાપટ મારવાના મનદુઃખમાં થઈ ગઈ હત્યા જિલ્લામાં ચોપાટી ફૂટપાથ પર રહેતા રમેશ કણજારા નામના રિક્ષાચાલક રાત્રિના સમયે બગવદર ગામના માલદે રામા પરમાર નામના શખ્સ સાથે મળ્યા હતા. ત્યારે માલદેના દિકરા ક્રિષ્નાને કંઈક પૂછતાં દિકરાએ રાડો પાડી હતી. ત્યારબાદ માલદે ઉશ્કેરાઈ ગયો હતો અને મારા દિકરાને શું કામ આવું પૂછે છે તેમ કહી 2 ઝાપટ મારી દીધી હતી. ત્યારબાદ બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી અને અપશબ્દો બોલવામાં આવ્ય હતા.

મૃતકનાં પત્નીએ નોંધાવી ફરિયાદ થોડી વાર પછી ફરી ઝઘડો થયો હતો અને માલદે રામા પરમાર નામના શખ્સે એસટી પાછળ આવેલા ભંગાર બજારમાં રમેશ કણજારાને બોથડ પદાર્થ મારીને હત્યા નીપજાવી હતી તેમ રમેશ કણજારાની પત્ની મમતાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જોકે, પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

મૃતક રિક્ષાચાલક ચોપાટી પાસે ફૂટપાથ પર રહેતો હતો આ અંગે પોલીસે તપાસ કરતા મૃતક રમેશ ત્રિભુવનદાસ કણજારા નામનો વ્યક્તિ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો અને પરિવારમાં તેમને 6 સંતાનો અને 1 પત્ની છે. ત્યારે આ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

પોલીસ કરી રહી છે તપાસ આ અંગે પોરબંદરનાં DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.