પોરબંદર: છેલ્લા 22 વર્ષથી શ્રી રામ સી સ્વિમિંગ ક્લ્બ દ્વારા સી સ્વિમિંગ કોમ્પિટિશન (Sea Swimming Competition)યોજાય છે, પરંતુ આ વર્ષે કોરોના અને એમિક્રોન મહામારીના ભય વચ્ચે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જે આયોજકો માટે ચેલેન્જેબલ હતું, ત્યારે આજરોજ શાંતિ પૂર્ણ રીતે આ બે દિવસીય તરણ સ્પર્ધાની પુર્ણાહુતી થઈ હતી.
વિવિધ રાજ્યોમાંથી તરવૈયાઓએ ભાગ લીધો
પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લ્બ દ્વારા યોજાયેલ સમુદ્ર તરણ સ્પર્ધા (Porbandar Swimming Competition)માં દેશના વિવિધ રાજ્યો ઓરિસ્સા, તામિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સ્પર્ધકોએ પોતાનું કૌવત દાખવ્યું હતું. કોરોના અને એમિક્રોન જેવા ભયાનક રોગનો દિવસેને દિવસે ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે બહારથી પોરબંદર આવતા લોકોમાં કોરોના (Corona in Porbandar)ના લક્ષણો જોવા મળે તો, પોરબંદર પર ખતરા સમાન હતું, ત્યારે તકેદારીના ભાગ રૂપે રેલવેસ્ટેશન પરથી જ કોરોના ટેસ્ટ કરવામાં આવતા માત્ર એક સ્પર્ધક કોરોના પોઝિટિવ નીકળ્યો હતો, જેને અલગ રાખવાં આવ્યો હતો.
![Sea Swimming Competition: પોરબંદરમાં કોરોનાના સંકટ વચ્ચે યોજાયેલ સમુદ્ર તરણ સ્પર્ધાનું શાંતિપૂર્ણ સમાપન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-03-swiming-competition-finish-10018_09012022171904_0901f_1641728944_56.jpg)
ગોઠણનો દુખાવો મટી ગયો: મહિલા તરવૈયા
પોરબંદરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા બનેલ એક 61 વર્ષના મહિલાએ જણાવ્યું હતું કે, તેઓને ગોઠણનો દુખાવો હોવાના લીધે પુત્ર અને પુત્રવધુની સલાહથી તરવાનું શરૂ કર્યું હતું, જયારે આજે તેઓ તંદુરસ્ત છે અને ગોઠણના દુખવામાં પણ રાહત છે. આજની આ સ્પર્ધામાં વિજેતા બનતા ખુશી અનુભવી હતી અને લોકોને પણ તંદુરસ્ત રહેવા માટે તરણ શીખવાનો સંદેશો પાઠવ્યો હતો.
![Sea Swimming Competition: પોરબંદરમાં કોરોનાના સંકટ વચ્ચે યોજાયેલ સમુદ્ર તરણ સ્પર્ધાનું શાંતિપૂર્ણ સમાપન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-03-swiming-competition-finish-10018_09012022171904_0901f_1641728944_869.jpg)
વિશાળ સમુદ્રમાં રેસ્ક્યુ અને સુરક્ષા બંદોબસ્ત
પોરબંદરના દરિયામાં યોજાતિ આ સ્પર્ધામાં આવતા સ્પર્ધકો મોટા ભાગે સ્વિમિંગ પુલમાંથી શીખીને આવતા હોવાથી તેઓને વિસ્તાર અંગે હંમેશા જાણકારી આપવી પડે છે અને દરિયામાં તરતા સમયે અલગ ન પડી જાય તેની ખાસ તકેદારી રાખવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લ્બ (Shree ram sea swimming club) દ્વારા ખાસ રેસ્ક્યુ યુવાનો અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં વિવિધ દરિયાઈ એજન્સી અને પાલિકા વિભાગના કર્મચારીઓ પણ સહભાગી બન્યા હતા.
આ પણ વાંચો:
Pm modi Announcement: ગુરુ ગોવિંદ સિંહના પુત્રોને શ્રદ્ધાંજલિ આપવા 'વીર બાલ દિવસ' ઉજવવામાં આવશે
ઓમિક્રોન સાથે લાંબા સમય સુધી કોવિડ ઓછું રહેવાનું કોઈ કારણ નથી: નિષ્ણાતો