પોરબંદર: પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અવાર-નવાર ભારતીય બોટના અપહરણના બનાવો બને છે. ત્યારે ફરી પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા ભારતીય બોટ અને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોરબંદરની દેવલાભ નામની બોટ હાથમાં ન આવતા પાકિસ્તાનના મરીન સિક્યુરિટી ફોર્સના જવાનોએ પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-03-pak-firing-10018_24092020154008_2409f_1600942208_1066.jpg)
પોરબંદરના દેવલાભ નામની બોટમાં કુલ પાંચ ખલાસીઓ હતા જેમાંથી ખલાસી ધીરુભાઈને હાથમાં ગોળી વાગી હતી.ગુરૂવારે વહેલી સવારે દેવલાભ નામની બોટ પોરબંદર પરત ફરી હતી અને ઈજા ગ્રસ્ત ખલાસીને પોરબંદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. વારંવાર પાકિસ્તાનની અવળચંડાઈના કારણે અનેક ભારતીય માછીમારો આ ઘટનાનો ભોગ બને છે ત્યારે આ ઘટનાઓ બનતી રોકવામાં આવે તેવી રજૂઆત નેશનલ ફીશ ફોરમના મનીષભાઈ લોઢારીએ સરકારને કરી હતી.