પોરબંદર: શહેરની રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ દ્વારા કોરોના જેવી મહામારીની વચ્ચે પણ ઇન્ટરનેટના (ઓનલાઈન) માધ્યમ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે ઓનલાઈન સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૉલેજ અને ગુજરાતનાં નિષ્ણાત અધ્યાપકોએ વિદ્યાર્થિનીઓને શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું.
કોરોના જેવી મહામારીએ વિશ્વને સંકટમાં મૂકી દીધું છે, ત્યારે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ દ્વારા વિદ્યાર્થિનીઓને ઘર બેઠાં જ ઇન્ટરનેટના માધ્યમથી નિષ્ણાત અધ્યાપકો દ્વારા સતત શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે પૈકી તારીખ 4 મે 2020 થી 16 મે2020 સુધી ઓનલાઈન સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન થયું હતું.
આ પ્રોગ્રામમાં કૉલેજના અધ્યાપક ઉપરાંત ગુજરાતનાં જુદા-જુદા વિષય અને વિભાગના નિષ્ણાત અધ્યાપકો જેવા કે , ડૉ.મનહર ગોસ્વામી (હિન્દી), ડૉ.આરતીબેન પટેલ (ગુજરાતી), ડૉ.કિરીટ જોષી (હિન્દી), ડૉ. હિરજીભાઈ સિંચ (ગુજરાતી) દ્વારા વિદ્યાર્થિનીઓને શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું.


આ પ્રોગ્રામ માત્ર ગુરુકુળ મહિલા કૉલેજની વર્તમાન વિદ્યાર્થિનીઓ પૂરતો સીમિત ન રાખતા તેમાં કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ અને અન્ય કૉલેજની સિલેક્ટેડ વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી. તેમજ ડૉ. મનિષ રાવલજીએ પણ “પોઝિટિવ એટિટ્યુડ : અ માસ્ટર કી ટુ સક્સેસ” વિષય પર વિદ્યાર્થિનીઓનું ધ્યાન દોર્યું હતું.


આ સમગ્ર કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો.અનુપમભાઈ આર. નાગર સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજિત થયો હતો. કૉલેજના અધ્યાપકો અમી પઢિયાર , ઉર્વી મોઢા અને ધવલભાઈ રાજ્યગુરુએ (ઓએસડીપી કોઓર્ડિનેટર અને ટેકનોલોજી માધ્યમ મેનેજમેન્ટ ટીમ) ઇન્ટરનેટના (ઓનલાઈન) માધ્યમ દ્વારા વિદ્યાર્થિનીઓનો નિષ્ણાત અધ્યાપકો સાથે સીધો સંવાદ સાધવાની મહત્વની જવાબદારી સંભાળી હતી.
