ETV Bharat / state

સાવધાન પોરબંદર: માતા બાદ પુત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ, શહેરમાં કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Apr 1, 2020, 7:20 PM IST

પોરબંદર શહેરમાં અગાઉ એક પોલીસ કર્મીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં જીઆઈડીસીમાં રહેતા એક આધેડનો પોઝોટિવ રીપોર્ટ આવ્યો છે અને પોલીસકર્મીની પુત્રીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

porbandar
porbandar

પોરબંદરઃ પોરબંદરમાં આજે એટલે કે બુધવારે વધુ બે કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે. આથી પોરબંદરમાં ખળભળાટ મચી ગયો છે. પોરબંદર શહેરમાં અગાઉ એક પોલીસ કર્મીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે બુધવારે વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં જીઆઈડીસીમાં રહેતા એક આધેડનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે અને પોલીસકર્મીની પુત્રીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારી ડોક્ટર ઠાકોરના જણાવ્યાઅનુસાર પોલીસ કર્મીના પરિવારને ક્વોરેન્ટાઇન કરાયો છે. પોલીસ પરિવારના અન્ય સભ્યોના રિપોર્ટ હવે કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે પરિવાર ના કોઈ પણ સભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવે તો અન્ય સભ્યો ના તાત્કાલીક કોરોના રિપોર્ટ કેમ નથી કરવામાં આવતા ? કોરોનાના લક્ષણો આવે તેની રાહ કેમ જોવામાં આવે છે ?

પોરબંદરમાં કોરોના પોઝિટિવ રિપોર્ટનો આંકડો ૩ થયો છે. ત્યારે હાલમાં જિલ્લા કોરોન્ટાઇન ખાતે કુલ 253 વ્યક્તિઓને રાખવામાં આવેલા છે. જે પૈકીના 218 વ્યક્તિને ડિસ્ચાર્જ કર્યા છે જ્યારે 35 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે.

હોમ ક્વોરેન્ટાઇન રાખવામાં આવેલા વ્યક્તિઓની ચકાસણી માટે ડોર ટુ ડોર સર્વે ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 1,36,433 ઘરોનો સર્વે કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.