સુરત : અસામાજિક તત્વો અવારનવાર એવી કરતૂત કરે છે જેનાથી લોકોના જીવ જોખમમાં મૂકાય છે. સુરતમાં રેલવે ટ્રેનને પલટાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરા રેલવે વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાવતરાનો સમયસર પર્દાફાશ થતાં અકસ્માત ટળી ગયો હતો. આ બાબતની જાણ થતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી. રેલવે ટ્રેકની ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
ટ્રેન પલટાવાનો પ્રયાસ : વડોદરા રેલવે વિભાગે જણાવ્યું કે, કોઈ અજાણ્યા શખ્સે કાવતરાના ભાગરૂપે ટ્રેનને પલટાવાનો પ્રયાસ કર્યો છે. રેલવે ટ્રેકની ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ ષડયંત્રના કારણે ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. તાજેતરની માહિતી અનુસાર, હવે રેલ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.
#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo
— ANI (@ANI) September 21, 2024
ફિશ પ્લેટ અને ચાવી ખુલ્લી મૂકી : વડોદરા રેલવે વિભાગે જણાવ્યું કે, આ ઘટના સવારે 5:25 વાગ્યે બની હતી. સુરત નજીકના કીમ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરની ફિશ પ્લેટ અને ચાવીઓ ખુલ્લી મુકી દેવામાં આવી હતી. પરંતુ રેલવે કર્મચારીઓની સમય સૂચકતાને કારણે અકસ્માત ટળ્યો હતો. જ્યારે રેલ્વે કી-મેન સુભાષ કુમાર ટ્રેકનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે.
ભયાનક અકસ્માત ટળ્યો : સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરતા તેમણે તરત જ કાર્યવાહી કરી હતી. રેલ્વેએ સમયસર પરિસ્થિતિને સંભાળી અને ટ્રેનોની અવરજવર ચાલુ કરી છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જ્યારે ટ્રેનને પલટી મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પરંતુ રેલવે વિભાગે પરિસ્થિતિને સંભાળી લીધી અને જાનમાલનું નુકસાન અટકાવ્યું છે.