ETV Bharat / state

ચોરે પોલીસ પર જ હાથ માર્યો: ઈદ વચ્ચે પોલીસ પિસ્તોલ ચોરી, આરોપીનો ઈરાદો જાણી ચોંકી જશો... - police pistol thief caught - POLICE PISTOL THIEF CAUGHT

સુરત શહેરમાં ઈદના તહેવારને લઈને સમગ્ર સુરતમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદોબસ્ત દરમિયાન કામગીરી કરતા એસીપી પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલની ચોરી થઈ ગઈ હતી. શું છે સંપૂર્ણ બાબત જાણો. police pistol thief caught

ઈદના તહેવાર વચ્ચે પોલીસ પિસ્તોલની ચોરી
ઈદના તહેવાર વચ્ચે પોલીસ પિસ્તોલની ચોરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2024, 10:34 AM IST

એસીપી પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલની ચોરી થઈ ગઈ હતી (Etv Bharat Gujarat)

સુરત: ચોરી થયેલ પિસ્તોલ બાબતે નિલેશ પટેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નસીમ અન્સારી નામના ઈસમની ધરપકડ કરી છે. તેની પાસેથી એક પિસ્તોલ કબજે કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ ઈસમ અગાઉ મોબાઈલ ચોરી જેવા ગુનાઓને અંજામ આપતો હતો. અને તેના પર દેવું વધી જતા મોટો ક્રાઇમ કરવા માટે તેણે આ પિસ્તોલની ચોરી કરી હતી.

ચોરે પોલીસ પર જ હાથ માર્યો
ચોરે પોલીસ પર જ હાથ માર્યો (Etv Bharat Gujarat)

કયા થઈ પિસ્તોલની ચોરી ? સુરત શહેર પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 16 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદના તહેવારને લઈ પોલીસ જ્યારે બંદોબસ્તની કામગીરી કરતી હતી ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આંજણા ફામ મગદૂમ નગર રેલવે ગરનાળાની પાસે પીર અબ્દુલ નબી દરગાહ નજીક એસીપી જે.એ. પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ ગઈ હતી.

ઈદના તહેવાર વચ્ચે પોલીસ પિસ્તોલની ચોરી
ઈદના તહેવાર વચ્ચે પોલીસ પિસ્તોલની ચોરી (Etv Bharat Gujarat)

કાળા કલરની 10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી: 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ દરગાહની બહાર લોકોની ખૂબ ભીડ હતી. ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા કમાન્ડો નિલેશ પટેલની કમર પર હોલેસ્ટરમાં રાખવામાં આવેલી કાળા કલરની 10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી કરી લેવામાં આવી હતી. આ ઘટનાને લઈને કમાન્ડોને માહિતી મળતા તેણે તાત્કાલિક અસરથી આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, લિંબાયત વિસ્તારમાં મજદા પાર્ક સોસાયટીમાં રહેતા નસીમ અખ્તર અન્સારી દ્વારા પિસ્તોલની ચોરી કરવામાં આવી છે. તેથી આ બાતમીના આધારે પોલીસે નસીમના ઘરે તપાસ કરી અને નસીબના ઘરના કબાટની અંદરથી પોલીસને 10 કારતુસ સાથેની આ પિસ્તોલ મળી આવી હતી. તેથી પોલીસે પિસ્તોલ સાથે નસીમની ધરપકડ કરી હતી.

આરોપીએ શા માટે કરી ચોરી? જાણો
આરોપીએ શા માટે કરી ચોરી? જાણો (Etv Bharat Gujarat)

પિસ્તોલની મદદથી કોઈ મોટો ગુનો આચરવાની ફીરાકમાં: સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પિસ્તોલ ચોરી કરવા બાબતે આરોપી નસીમની પૂછપરછ કરતા આરોપી દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે, છેલ્લા ઘણા સમયથી તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને આર્થિક તંગી દૂર કરવા માટે અને પૈસા કમાવા માટે આ પિસ્તોલની મદદથી કોઈ મોટો ગુનો આચરવાની ફીરાકમાં હતો. એટલા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી. હાલ પોલીસ દ્વારા એક કાળા કલરની પિસ્તોલ અને 10 કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે. આ પિસ્તોલની કિંમત 1 લાખ રૂપિયા અને કારતુસની કિંમત 1,000 હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે, આરોપી નસીમ અન્સારી સામે અગાઉ લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીનો ગુનો પણ નોંધાયો છે અને સીઆરપીસીની કલમ 107 હેઠળ 5 વખત તેની સામે અટકાયતી પગલા પણ પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

  1. જૂનાગઢ સાસણ સફારી પાર્ક ખુલવાની તારીખ જાહેર, લેભાગુ વેબસાઇટથી પ્રવાસીઓ એલર્ટ રહેજો - Junagadh Sasan Safari Park
  2. ગુંડાઓની હિંમત તો જુઓ, ગાંધીનગરની કોર્ટમાં હથિયારો સાથે ઘૂસી ગયા - Gandhinagar court

ચોરે પોલીસ પર જ હાથ માર્યો: ઈદ વચ્ચે પોલીસ પિસ્તોલ ચોરી, આરોપીનો ઈરાદો જાણી ચોંકી જશો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.