ETV Bharat / state

પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં કોરોનાનો કેસ, સમગ્ર વિસ્તાર કન્ટેઇન્ટમેન્ટ જાહેર - પોરબંદર કોરોના વાઈરસ ન્યૂઝ

પોરબંદર જિલ્લાના વાડી પ્લોટ વિસ્તારમાં કોરોનાનો નવો કેસ આવતા તે વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

પોરબંદરમાં વાડી પ્લોટ વિસ્તારમાં કોરોનાનો કેસ નોંધાતા કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો

author img

By

Published : May 26, 2020, 12:42 AM IST

પોરબંદરઃ જિલ્લામાં નોવેલ કોરોના વાઈરસનો એક કેસ એક્ટીવ છે અને હાલમાં નવો એક કેસ આવતા કુલ બે કેસ થયાં છે. વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદરનાં કલેકટર ડી.એન. મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ-144, ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ-2005ની કલમ-30 તથા કલમ-34 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની કલમ-2 અન્વયે પોરબંદરનાં વાડી પ્લોટ વિસ્તારમાં કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

પોરબંદર જિલ્લાનાં વાડી પ્લોટ શેરી નં-2માં રહેતાં ડો. દિલીપભાઇ વ્યાસ તથા હેમેન્ડ્રભાઈ મશરૂના મકાનથી દક્ષિણ તરફના હરીલાલ કરશનદાસ નાંઢાના મકાન અને તેની સામેના ખુલ્લા પ્લોટ સુધીની ઉત્તરથી દક્ષિણ સુધીની વાડી પ્લોટ શેરી નં.૨ નો બંને બાજુનો વિસ્તાર કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરેલો છે. આ હુકમ 25 મે થી તા. 21 જૂન સુધી અમલમાં રહેશે.

માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારી અને કર્મચારીઓને લાગુ પડશે નહી. કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ 8 થી 15 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

પોલીસે આ વિસ્તારમાં નીચે મુજબ પ્રમાણે સખતાઇથી અમલવારી કરાવવાની રહેશે. આ વિસ્તારમાં પ્રવેશ અને નિકાસ માટેનાં પોઇન્ટ નક્કી કરવાનાં રહેશે. નાગરિકો અને વાહોનોને ચકાસણી કર્યા વિના અવર-જવર કરવાની રહેશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-188, ગુજરાત પોલીસ એક્ટની કલમ-139 તથા ધ ગુજરાત પોલીસ એપેડેમિક ડીસીયુ એક્ટ 1897 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.