તમાકુની પ્રોડકશનના બોક્સ ઉપર તમાકુ હાનિકારક હોવાની ચેતવણી છાપવા છતાં લોકો સતત તમાકુનું સેવન કરે છે. આજે વિશ્વમાં દર 6 સેકન્ડે એક વ્યક્તિનું અને વર્ષે 10 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિનાં 11 મીનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. અંદાજે 18 ટકા હાઇયર ફિલ્ડનાં વિધાર્થીઓ સિગારેટ કે તમાકુનું સેવન કરે છે. 10માંથી 9 ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર છે.
31st May: વિશ્વ તમાકુ નિષેધ દિવસે પોરબંદરમાં રેલી યોજી ઉજવણી
પોરબંદર : પોરબંદર ખાતે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓની રેલી યોજાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયત ખાતેથી આ રેલી સવારના 9 કલાકે શરૂ થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરી, તમાકુથી થતાં રોગો બાબતે જન-જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રેલી યોજાઈ
તમાકુની પ્રોડકશનના બોક્સ ઉપર તમાકુ હાનિકારક હોવાની ચેતવણી છાપવા છતાં લોકો સતત તમાકુનું સેવન કરે છે. આજે વિશ્વમાં દર 6 સેકન્ડે એક વ્યક્તિનું અને વર્ષે 10 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિનાં 11 મીનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. અંદાજે 18 ટકા હાઇયર ફિલ્ડનાં વિધાર્થીઓ સિગારેટ કે તમાકુનું સેવન કરે છે. 10માંથી 9 ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર છે.
LOCATION_PORBANDAR
પોરબંદર તા ૩૦, પોરબંદર ખાતે તા.૩૧ મે નારોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓની રેલી યોજાઈ હતી . પોરબંદર જિલ્લા પંચાયત ખાતેથી આ રેલી સવારના ૯ કલાકે શરૂ થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરી તમાકુથી થતા રોગો બાબતે જનજાગૃતિ નો સંદેશો આપ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, તમાકુની પ્રોડકશનના ખોખા ઉપર તમાકુ હાનીકારક હોવાથી ચેતવણી છાપવા છતા લોકો સતત તમાકુનું સેવન કરતા રહ્યા છે. આજે વિશ્વમાં દર છ સેકન્ડે એક વ્યક્તિનું અને વર્ષે ૧૦ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિનાં ૧૧ મિનીટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. અંદાજે ૧૮ ટકા હાઇર ફિલ્ડનાં વિધાર્થીઓ સિગારેટ કે તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર છે.
તમાકુનું વ્યસન લોકો માટે ખતરનાક હોવા છતા કરોડો લોકોની સવાર તમાકુથી શરૂ થાય છે અને રાત તમાકુના સેવનથી પડે છે. મોતનો સામાન અહિં એક એક રૂપિયામાં પડિકી રૂપે વેચાય છે અને લોકો હોંશથી તેને ખરીદે છે. અને દરરોજ ધીમા ઝેરને શરીરમા પધરાવી મૃત્યુને આવકારે છે આ બધી બાબતો ધ્યાને લઇ આપણે શું કરવું જોઇએ વ્યસન મુક્ત જીંદગી સાથે ખુશહાલ જીવન અપનાવીએ.