ત્યારે 6 મેના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, હજુ સુધી ઘણા વાલીઓ બીજા રાઉન્ડની રાહ જોઇને બેઠા છે. ત્યારે એક મહિનાથી વધુ સમય પસાર થયો છતાં હજુ સુધી બાકી રહેલા રાઉન્ડ બહાર પાડવામાં આવ્યા નથી. ઉનાળુ વેકેશન પણ પૂરું થવાનું હોય, પરંતુ હજુ સુધી બાકી રહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો નથી. ઘણા વાલીઓએ તેમના બાળકોનો પ્રવેશ પણ બીજી સ્કુલમાં કરાવી લીધો છે. ઘણા વાલીઓ આ રાઉન્ડની રાહ જોઇને પોતાના બાળકોનો પ્રવેશ પણ લીધેલ ન હોવાથી વાલીઓના રજુઆતના પગલે આપને આ રજુઆત કરવામાં આવે છે કે વહેલી તકે રાઉન્ડ બહાર પાડવામાં આવે.
જેથી આ યોજનાનો લાભ બાળકો લઇ શકે. જે બાળકોએ અન્ય શાળામાં પ્રવેશ લીધેલ હોય અને જો તે બાળકોનું બાકી રહેલા રાઉન્ડમાં તેમનું નામ આવ્યું તો તેમને જે તે શાળામાં ફી ભરેલી હોય તે પરત મળશે કે કેમ તેમજ અત્યાર સુધી પ્રવેશ ન લીધેલ હોય તે બાળકોનું નામ બાકી રહેલા રાઉન્ડમાં નહી આવે તો તેમને બીજી શાળામાં પ્રવેશ બાબતે કઈ આનાકાની કરાશે તો તેમની જવાબદારી કોણ લેશે? જેવા સવાલો સાથે તાત્કાલિક યાદી બહાર પાડવા રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં કિશન રાઠોડ, કેનિત ઝાલા, કુણાલ રજવાડી, હાર્દિક ઓડેદરા, હર્ષિત ચાવડા, યશ ઓઝા, રાજ વાજા, વૈભવ થાનકી, જય કારાવદરા વગેરે જોડાયા હતા.