ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં કોઇપણ પ્રકારની ધાર્મિક પ્રવૃતિ કરી શકાશે નહીં

પોરબંદર જિલ્લામાં તમામ પ્રકારની જાહેર ધાર્મિક પ્રવૃતિ/પૂજા, બંદગી કે, અન્ય એવી કોઇપણ પ્રકારની પ્રવૃતિઓ કરવા લોકો એક સાથે ભેગા થઇ શકશે નહી. જો નિયમનો ભંગ થશે તો તે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે.

પોરબંદર જિલ્લામાં તમામ પ્રકારની જાહેર ધાર્મિક પ્રવૃતિ કરી શકાશે નહીં

author img

By

Published : Apr 29, 2020, 11:13 AM IST

પોરબંદરઃ કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લાતંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. સરકાર દ્રારા 3 મે સુધી લોકડાઉન લંબાવાયુ છે. જેથી લોકડાઉનના સમયગાળા દરમિયાન જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને મળી રહે તે સરકાર દ્રારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

પોરબંદર જિલ્લામાં તમામ પ્રકારની જાહેર ધાર્મિક પ્રવૃતિ/પૂજા, બંદગી કે, અન્ય એવી કોઇપણ પ્રકારની પ્રવૃતિઓ કે જેમાં એકત્ર થઇ તે કરી શકશે નહી. આ માટે લાઉડસ્પીકર અથવા અન્ય માધ્યમોનો ઉપયોગ કરી શકશે નહીં. તમામ ધાર્મિક પ્રવૃતિઓ ખાનગી અને વ્યક્તિગત રીતે કરી શકશે, વ્યક્તિગત પૂજા/બંદગી બાદ લોકો મળવા માટે કે ભોજન, નાસ્તાપાણી અથવા અન્ય કોઇપણ કારણોસર એકત્ર થઇ શકશે નહીં.

જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર દ્રારા The EPIDEMIC DISEASES Act,1897 અને Gujarat Epidemic Diseases COVID-19 Regulations, 2020ની જોગવાઇ હેઠળ માસ્ક પહેરવા હુકમ કરવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લાના તમામ વ્યક્તિઓએ જાહેર જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત છે. વ્યક્તિએ પોતાનો ચહેરા પર મોં અને નાકને કવર થાય તે રીતે માસ્ક કે, હાથ રૂમાલ કે લૂઝ કપડાને યોગ્ય રીતે બાંધવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનારને Indian Penal Code ની કલમ 188 તળે તથા The Epidemic Diseases Act.1897ને આધિન પ્રથમ વખતના રૂપિયા 200 તથા તે કરતાં વધુ વખત ધ્યાને આવે તો રૂપિયા 500નો દંડ વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવશે.

હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલા 329 સેમ્પલ નેગેટિવ આવેલા છે. પોરબંદર જિલ્લામાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. તેઓ સારવાર દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને તેઓના રિપોર્ટ પણ નેગેટિવ આવતા પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કેસ પોઝિટિવ નથી.

આથી લોકડાઉન દરમિયાન જિલ્લામાં જીવન જરૂરીયાતની વસ્તુઓ, દુકાનો અને સેવાઓ ચાલુમાં છે. જેમાં કરિયાણાની દુકાનો, મેડિકલની દુકાનો, શાકભાજી, દૂધ, પત્રકાર, એફ.સી.એસ.વ્યાજબી ભાવની દુકાનોમાં કામ કરતા લોકો દિવસ દરમિયાન જુદા જુદા લોકોને સંપર્કમાં આવતા હોવાથી તેઓનું સ્ક્રિનીંગ મેડિિકલ ટીમ મારફતે કરવા કલેકટરની સુચના મુજબ નિવાસી અધિક કલેક્ટર દ્રારા ટીમની રચના કરી આદેશ કરવામાં આવે છે.

જે આદેશાનુસાર ટીમ દ્રારા કૂલ 677 દુકાનોમાં કામ કરતા કૂલ 1910 વ્યક્તિઓના સ્ક્રિંનીંગ કરવામાં આવે છે. જે તમામના રિપોર્ટ તંદુરસ્ત આવ્યાં છે.

જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કૂલ 652 વ્યક્તિ પૈકી 639 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલા છે. હાલ 13 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કૂલ 1683 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. તે પૈકી 1136 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલુ છે.

પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કૂલ 36,453 વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં 5.79 લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે.

નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.