ETV Bharat / state

'મુખ્યમંત્રી બાલ સેવા યોજના'નું પોરબંદરમાં લોન્ચિંગ - મુખ્યમંત્રી બાલ સેવા યોજના

કોરોના કાળમાં માતા પિતા ગુમાવનાર બાળકોને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનું આજે ઇ લોકાર્પણ કર્યું. જે અંતર્ગત બાળકોને દર મહિને 4,000 રૂપિયા તેમના ખાતામાં આપવામાં આવશે. આ યોજનામાં જિલ્લાના 11 બાળકોને આવરી લેવામાં આવશે.

'મુખ્યમંત્રી બાલ સેવા યોજના'નું પોરબંદરમાં લોન્ચિંગ

author img

By

Published : Jul 7, 2021, 10:58 PM IST

  • “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નું પોરબંદરમાં લોન્ચિંગ
  • જિલ્લામાં વાલી ગુમાવનાર 11 બાળકોને માસિક રૂ. 4,000ની સહાય અપાશે
  • સરકારની આ યોજના બાળકોના ઉછેર માટે ઉપયોગી બનશે: કલેકટર

પોરબંદર: કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પોરબંદર જિલ્લાના 11 બાળકોને “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઓનલાઇન માધ્યમથી તથા જિલ્લા કલેક્ટર અશોક શર્માની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે નાણાકીય સહાય તથા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને દર મહિને રૂ. 4,000ની આર્થિક સહાય ચુકવવામા આવશે.પોરબંદર જિલ્લાના 11 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પ્રત્યેક બાળકના બેંક ખાતામા માસિક રૂ. 4,000 DBT( Direcect Benefit Transfer)થી નાણાંકિય સહાય જમા થશે.

માતા પિતા ગુમાવનાર બાળકોના ઉછેરમાં આ સહાય ઉપયોગી બનશે: ધારાસભ્ય
જિલ્લા કલેક્ટર અશોક શર્માએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવી આવા બાળકોને મુખ્યમંત્રી બાલસેવા યોજના હેઠળ નાણાંકીય સહાય ચૂકવી છે. જે બાળકોના પાલન-પોષણ અને ઉછેરમાં ઉપયોગી થશે. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યું કે, સંવેદનશીલ સરકારના સંવેદનશીલ નિર્ણયથી માતા પિતા ગુમાવનાર બાળકોના ઉછેરમા આ સહાય ઉપયોગી બનશે. આ પ્રસંગે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન, સભ્ય સમાજ સુરક્ષા અધિકારી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.