ETV Bharat / state

પોરબંદર: લીમડાચોક શાકમાર્કેટમાં ભીડ એકત્રિત થતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ - Porbandar latest news

ગુજરાત ભરમાં કોરોના વાઇરસના પગલે lockdownની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. છતાં પણ શાકમાર્કેટ, અનાજ કરિયાણા અને મેડિકલ સ્ટોરમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. પોરબંદરમાં લીમડાચોક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ભીડને જોઈને તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

પોરબંદર લીમડાચોક શાકમાર્કેટમાં ભીડ એકત્રિત થતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ

author img

By

Published : Mar 26, 2020, 4:13 PM IST

Updated : Mar 26, 2020, 4:56 PM IST

પોરબંદરઃ ગુજરાત ભરમાં કોરોના વાઇરસના પગલે lockdownની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે તંત્ર દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. છતાં પણ શાકમાર્કેટ, અનાજ કરિયાણા અને મેડિકલ સ્ટોરમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.

લીમડા ચોકમાં જિલ્લા કલેકટર એન.એમ. મોદી તથા પાર્થરાજસિંહ ગોહિલ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને શાકભાજી વેચતા વેપારીઓને ઘરે-ઘરે જઈ લારી દ્વારા શાકભાજી વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

પોરબંદર લીમડાચોક શાકમાર્કેટમાં ભીડ એકત્રિત થતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ

પોરબંદરમાં 144 કલમ લાગુ કરવામાં આવી હોવા છતાં જીવનજરૂરી વસ્તુ લેવાના બહાને લોકો મોટી સંખ્યામાં ઠેરઠેર એખઠા થઇ રહ્યા છે અને પોરબંદરની લીમડાચોક માર્કેટમાં સવારે શાક લેવા જતીવેળાએ મોટા ભાગના લોકો ટોળા સ્વરૂપે ભેગા થયા હતા.

સુથારવાડા વિસ્તારમાં અનેક વેપારીઓ પણ ચીજવસ્તુઓનો ભાવ વધારી ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરતા હોવાની પણ અનેક ફરિયાદો તંત્રને કરવામાં આવી હતી. જેના પગલે કલેક્ટર અને એસપી, નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને આ બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

લીમડા ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તે માટે તમામ લોકોને ઘરે જઈને ચીજવસ્તુ, શાકભાજી આપવાની સૂચના અપાઈ હતી. શાકભાજી વિતરણ કરનારાને પાસ આપવાની પણ સુવિધા આપવામાં આવી હતી. આપણા શાકભાજી વેચવા જનારા વ્યક્તિએ મોઢા પર માસ્ક પહેરવા અથવા તો રૂમાલ રાખવા અને એક મીટરનું અંતર રાખવા અપીલ કરવામાં આવી હતી.

Last Updated : Mar 26, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.