પોરબંદરના કુતિયાણાના રહેવાસી મેણંદભાઈ લુવા 7 ડિસેમ્બરના રોજ ગુમ થયા હતા. જેથી તેમના પરિવારે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, 4 આરોપીએ ગુમ થનારને સોનાના બિસ્કીટનો સોદો કરવાના બહાને મોતને ઘાટ ઉતારી દીધા છે.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપીએ મૃતક મેણંદભાઈને સોનાના બિસ્કીટનો સોદો કરવાના બહાને જૂનાગઢ બેલાવ્યા હતા. જ્યાં આરોપીએ મેણંદ લુવાનું ખુન કરીને સેન્ટ મેરી સ્કૂલની પાછળ તેમના મૃતદેહને દાટી દીધો હતો. સંમગ્ર ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 2 આરોપી ફરાર છે.