ETV Bharat / state

પોરબંદર જિલ્લાકક્ષાના 71માં વન મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં જવાહર ચાવડા - jawahar Chavda

એકતરફ આડેધડ વૃક્ષો કપાતાં જોવા મળે છે ત્યાં સરકાર દ્વારા વન મહોત્સવો પણ યોજવામાં આવે છે. ગુજરાતમાં ગ્રીન કવર વધારવાના પગલાં તરીકે રાજ્યસરકાર દ્વારા વન મહોત્સવ ઉજવવામાં આવે છે. જેના વિભિન્ન હેતુઓ છે. વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા, લોકોનો સક્રિય સહયોગ મેળવવા, ઔષધીય વનસ્પતિઓ સંદર્ભે જાગૃતિ કેળવાય, પર્યાવરણ સુધારા-સંવર્ધન, જૈવવિવિધતા, રોજગારી વધારવા અને ભારતીય સંસ્કૃતિમાં સમાયેલાં વનજીવન અને સાંસ્કતિક ઉત્સવોની પરંપરાના મૂલ્ય વર્ધન માટે આ પ્રકારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પોરબંદરમાં થયેલાં વન મહોત્સવમાં કેબિનેટપ્રધાન જવાહર ચાવડાએ ભાગ લીઘો હતો.

પોરબંદર જિલ્લાકક્ષાના 71માં વન મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં જવાહર ચાવડા

author img

By

Published : Aug 7, 2020, 1:42 PM IST

પોરબંદરઃ આજે પોરબંદર જિલ્લાકક્ષાના 71માં વન મહોત્સવની ઉજવણી પોરબંદરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ વિભાગના પ્રધાન જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યાં હતાં.

પોરબંદર જિલ્લાકક્ષાના 71માં વન મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં જવાહર ચાવડા

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નીલેશભાઈ મોરી, જિલ્લા કલેકટર મોદી, જિલ્લા વિકાસ અધિકારી અડવાણી તથા જિલ્લા પોલીસ વડા સૈની અને નાયબ વન સંરક્ષક ડીજે પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમયે આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલી સહાયના ભાગરૂપે લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.