ETV Bharat / state

પોરબંદરના GIDC વિસ્તારમાંથી દુર્લભ કીડીખાઉ પ્રાણી દેખાયું

પોરબંદરના GIDC વિસ્તારમાંથી જવલે જ જોવા મળતું કીડીખાઉ પ્રાણી મળી આવ્યું હતું. ગાઢ પહાડી વિસ્તારોમાં પણ ભાગ્યે જ જોવા મળતું કીડીખાઉ પ્રાણી શહેરી વિસ્તારમાંથી મળી આવતા કુતૂહલ સર્જાયું હતું.

કીડીખાઉ
કીડીખાઉ
author img

By

Published : Aug 2, 2020, 6:45 PM IST

પોરબંદરઃ શનિવારે શહેરના GIDC વિસ્તારમાં આવેલા મીરા લાઇમ નામના કારખાનામાં કોઈ દિવસ ન જોવા મળ્યું હોય તેવું નોળિયા જેવું પ્રાણી અચાનક આવી ચડ્યું હતું. આ પ્રાણીને જોઈ ત્યાં કામ કરતા કમલેશ ઓડેદરા અને હિતેશ મેર દ્વારા પ્રકૃતિ ધ યુથ સોસાયટીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ બાબતની જાણ પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા વન વિભાગને કરતા તાત્કાલિક પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યો ડૉ. સિદ્ધાર્થ, જય પારેખ, રાહુલ મોઢવાડિયાની સાથે વન વિભાગના વન રક્ષા સહાયક મોઢવાડિયા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોરબંદરના GIDC વિસ્તારમાંથી દુર્લભ કીડીખાઉ પ્રાણી દેખાયું

શરૂઆતમાં ભંગાર દૂર કરતા કીડીખાવ નજરે પડતા સૌ કોઈ રોમાંચિત થય ઉઠ્યા હતા. સામાન્ય રીતે આ પ્રાણી જંગલમાં પણ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ પોરબંદરના શહેરી વિસ્તારમાં અને કારખાનામાં કીડી ખાવ મળી આવતા આશ્ચર્ય ફેલાયો છે. પ્રાથમિક તબક્કે આ પ્રાણી વધુ વરસાદને લીધે નદી નાળાના વહેણથી પોરબંદર તરફ આવી ચડ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવે છે.

કીડીખાઉને સામાન્ય રીતે લેટિન ભાષામાં ઇન્ડિયન પેંગોલીન તરીકે ઓળખવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ manidae છે. આ સસ્તન પ્રાણી સામાન્ય રીતે ગાઢ જંગલોમાં ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં વધુ જોવા મળતું હોય છે. નામ પ્રમાણે કીડી, ઉધઈ, જેવા નાના કીટકો તેનો મુખ્ય આહાર છે. આ પ્રાણી સમગ્ર વિશ્વ સ્તરે વિલુપ્તીના આરે છે. એક સર્વે મુજબ આ પ્રાણી દુનિયાનું સૌથી વધુ શિકાર અને દાણ ચોરી થતા પ્રાણીએમાંથી એક છે. આ પ્રાણીનો ઉપયોગ ચીનમાં સૌથી વધુ દવા બનાવવા માટે અને માસ માટે કરવામાં આવે છે. આ પ્રાણી માણસોને કોઈ પણ રીતે હાનિ પહોંચાડતું નથી. નિશાચર હોવાથી આ પ્રાણી વધુ પડતું રાત્રિના સમયમાં ખોરાકની શોધમાં નીકળે છે.

હાલ આ પ્રાણીને પોરબંદર વન વિભાગના ડૉક્ટર કંજારિય દ્વારા મેડિકલ ચેક અપ કરી ફરીથી કુદરતના ખોળે રમતું કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ ભોરસર ગામના વાડી વિસ્તારમાંથી પણ કીડી ખાઉ મળી આવ્યું હતું. આ પરથી એટલું ચોક્કસ નક્કી કરી શકાય કે, પોરબંદરના બરડા ડુંગર તથા આસપાસના જંગલ વિસ્તારમાં કીડીખાઉ જેવા દુર્લભ પ્રાણીઓની સંખ્યા સારી માત્રામાં છે.

આ પણ વાંચોઃ - પોરબંદરની ભોરાસર સીમમાં દુર્લભ પ્રજાતિનું કીડી ખાઉં જોવા મળ્યું

પોરબંદર: શહેરની ભોરાસર સીમ વિસ્તારની વાડીમાં કીડીખાઉ પ્રાણી જોવા મળ્યું હતું. જે જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે કીડીખાઉને સલામત સ્થળે ખસેડ્યું હતું. કીડીખાઉ પ્રાણી દુર્લભ પ્રજાતિનું હોવાથી ભાગ્યે જ જોવા મળતું હોય છે.

આ પણ વાંચોઃ - શું પેંગોલિન (કીડીખાઉ) કોવિડ-19માંથી માનજાતને બચાવશે ?

કોરોના વાઇરસ વિવિધ જીવલેણ બીમારીઓનું કારણ બનીને સામાન્ય રીતે તમામ લોકોને અસર કરી રહ્યો છે, પરંતુ પેંગોલિન (કીડીખાઉ)ને આ વાઇરસની ભાગ્યે જ અસર થતી હોય તેવું જોવા મળ્યું છે. સંશોધકોનું માનવું છે કે, આ ભયાનક સસ્તન પ્રાણીની આનુવંશિક વિવિધતાને કારણે આમ જોવા મળે છે. વૈજ્ઞાનિકોના મતે પેંગોલિન, ચામાચીડિયાંમાંથી મનુષ્યોમાં કોરોના વાઇરસના વાહક બન્યા હોય તેવું બની શકે છે. વૈજ્ઞાનિકો સમક્ષ મહત્ત્વનો સવાલ એ છે કે પેંગોલિનમાં જીનોમની વિશિષ્ટતાને કારણે કોરોના વાઇરસ તેને કોઈ નુકસાન પહોંચાડતો નથી, જ્યારે મનુષ્યને ગંભીર અસર પહોંચાડે છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે, જો પેંગોલિનના જનન-કોષિકાઓના તંત્ર પર સંશોધન કરી શકાય તો મનુષ્યમાં પ્રસરતા કોરોના વાઇરસને અટકાવવા માટેની સારવારની પ્રક્રિયા નક્કી કરવામાં મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.