પોરબંદર: ભારતીય કોસ્ટ ગાર્ડ પોરબંદર ખાતે પ્રાદેશિક સ્તરના દરિયાઈ સર્ચ અને રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરાયુ હતું. 'પ્રોટેક્શન ઓફ લાઈફ એટ સી' થીમ પર વર્કશોપથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તારીખ 14 અને તારીખ15 ફેબ્રુઆરી 2023 ના રોજ પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) પ્રદેશ માટે પ્રાદેશિક દરિયાઈ સર્ચ અને રેસ્ક્યુ વર્કશોપ અને કવાયત હાથ ધરવામાં આવી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડ: દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરીની જવાબદારી ભારતીય કોસ્ટ ગાર્ડની હોય છે. જેમાં સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય કોસ્ટ ગાર્ડને કાર્ય કરવાનું હોય છે. ભારતીય કોસ્ટ ગાર્ડની સ્થાપનાની વાત કરવામાં આવે તો તારીખ 18 ઓગસ્ટ 1978ના રોજ કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડ એક્ટ, 1978 દ્વારા સંસદના સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે કરાઇ હતી. તારીખ 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
કવાયતનો ઉદ્દેશ્ય: વિવિધ હિસ્સેદારોની તૈયારી અને પ્રતિભાવ તપાસવાનો હતો અને સંકટની પરિસ્થિતિ દરમિયાન સંકલન સુધારવાનો હતો. ઈવેન્ટની શરૂઆત 'પ્રોટેક્શન ઓફ લાઈફ એટ સી' થીમ પર વર્કશોપથી થઈ હતી. વર્કશોપ દરમિયાન પ્રેઝન્ટેશન માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO),અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઈઝેશન- ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીસ (ESSO- INCOIS) અને વેસલ ટ્રાફિકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (VTMS) સહિત વિવિધ પ્રતિષ્ઠિત વક્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કવાયત હાથ ધરવામાં આવી: પોરબંદર ખાતે બુધવાર તારીખ 15 ફેબ્રુઆરી 2023 ના વિવિધ હિતધારકોની ભાગીદારી સાથે સમુદ્રી કવાયત હાથ ધરવામાં આવી હતી. ICG જહાજો અને એરક્રાફ્ટ ઉપરાંત, નૌકાદળ, ભારતીય વાયુસેના, મરીન પોલીસ, પોર્ટ ઓથોરિટી વગેરે જેવી વિવિધ સંસાધન એજન્સીઓની સંપત્તિઓએ કવાયતમાં ભાગ લીધો હતો. નેશનલ મેરીટાઇમ SAR મેન્યુઅલ મુજબ વિવિધ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) અને આકસ્મિકતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો