પોરબંદર: ભારતની સ્વતંત્રતાની ચળવળમાં મહત્વપૂર્ણ રહ્યાં હોય તેવા સ્થળોને આ બેન્ડ કાર્યક્રમોના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રકારના પ્રથમ કાર્યક્રમનું આયોજન 1લી ઑગસ્ટ 2020ના રોજ INS વાલસુરાના નૌસેના બેન્ડ દ્વારા ગુજરાતના પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીના નિવાસસ્થાન એટલે કે, કિર્તી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
![સમગ્ર દેશમાં બેન્ડ કાર્યક્રમનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-navy-band-10018_02082020115754_0208f_1596349674_1096.jpg)
![INS વાલસુરાના નૌસેના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-navy-band-10018_02082020115754_0208f_1596349674_25.jpg)
74માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે નૌસેના બેન્ડ દ્વારા સમગ્ર દેશમાં બેન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એક કલાકના કાર્યક્રમનું ડીડી ભારતી અને ડીડી ગિરનાર પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.