ETV Bharat / state

પોરબંદર ખાતે ગ્રામયાત્રા કાર્યક્રમમાં લાખો રૂપિયાના કામોનું લોકાર્પણ, કાર્યક્રમ લાંબો ચાલતા લોકો કંટાળ્યા - આત્મનિર્ભર ગ્રામયાત્રા પોરબંદર

આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) અંતર્ગત કૃષિ અને પશુપાલન પ્રધાન (Minister of Agriculture and Animal Husbandry) તથા પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રધાન (Minister in charge of Porbandar district) રાઘવજીભાઇ પટેલ (raghavji patel)ના હસ્તે પોરબંદર (Porbandar) ખાતે જિલ્લાકક્ષાની આત્મનિર્ભર ગ્રામયાત્રા (atmanirbhar gram yatra)નો પ્રારંભ કરાયો. જિલ્લામાં કુલ 502 કામો/સહાય માટે રૂપિયા 843.71 લાખના વિકાસના કામો/સહાય વિતરણ કરાઇ હતી.

પોરબંદર ખાતે ગ્રામયાત્રા કાર્યક્રમમાં લાખો રૂપિયાના કામોનું લોકાર્પણ

author img

By

Published : Nov 18, 2021, 10:59 PM IST

  • ગ્રામયાત્રા કાર્યક્રમ લાંબો ચાલતા મહાનુભાવો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા
  • ગ્રામ યાત્રાને લીલીઝંડી આપીને કૃષિપ્રધાન રાઘવજીભાઇ પટેલે પ્રસ્થાન કરાવ્યું
  • PM મોદીએ પાયાની યોજનાઓ શરૂ કરી ગામડાઓને સમૃધ્ધ બનાવ્યા છે - કૃષિપ્રધાન

પોરબંદર: આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) અંતર્ગત કૃષિ અને પશુપાલન પ્રધાન (Minister of Agriculture and Animal Husbandry) તથા પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રધાન રાઘવજીભાઇ પટેલ (raghavji patel)ના હસ્તે પોરબંદર (porbandar) ખાતે જિલ્લાકક્ષાની આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ (atmanirbhar gram yatra) કરાયો હતો. આ સાથે કૃષિ પ્રધાને રૂપિયા 415.89 લાખના ખર્ચે તૈયાર 171 વિકાસકામોનું ઇ-લોકાર્પણ (E-launching) તથા રૂપિયા 370.82 લાખના 161 કામોનું ખાતમુહર્ત કરવાની સાથે 170 લાભાર્થીઓને રૂપિયા 57 લાખની રકમની સહાય વિતરણ (Aid distribution) કરી હતી.

રૂપિયા 843.71 લાખના વિકાસના કામો

કુલ 502 કામો/સહાય માટે રૂપિયા 843.71 લાખના વિકાસના કામો/સહાય વિતરણ કરાઇ હતી.

આમ જિલ્લામાં કુલ 502 કામો/સહાય માટે રૂપિયા 843.71 લાખના વિકાસના કામો/સહાય વિતરણ કરાઇ હતી. જો કે કાર્યક્રમ આયોજિત સમયથી વધુ ચાલતા લોકો સહિત સ્ટેજ પરના મહાનુભાવો મોબાઈલમાં વ્યસ્ત દેખાતા હતા. આથી પબ્લિકને પણ કંટાળો આવ્યો હોય તેવું જણાયું હતું. રાજ્ય પ્રધાન રાઘવજીભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, ગામડા સુવિધાયુક્ત અને આત્મનિર્ભર બને, છેવાડાના માનવીને વિકાસના ફળ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.

3 દિવસ સુધી ગ્રામયાત્રા રથ ફેરવવામાં આવશે

3 દિવસ સુધી જિલ્લાના ગામડાઓમાં ગ્રામયાત્રા રથ ફેરવવામાં આવશે

આત્મનિર્ભર ગ્રામયાત્રા પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ફરીને જનજનને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી માહિતગાર કરવાની સાથે લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે માટે 3 દિવસ સુધી જિલ્લાના ગામડાઓમાં ગ્રામયાત્રા રથ ફેરવવામાં આવશે.ગામડાઓ સ્વચ્છ, ઘરે ઘરે શૌચાલય, બાળકોને પોષણ, ઘરનું પાકુ મકાન, ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ જેવી પાયાની યોજનાઓ, સુવિધા છેવાડાના માનવીને મળે તે માટે સરકાર દ્વારા જન કલ્યાણલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છે.

અનેક કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ

ગ્રામ યાત્રાને લીલીઝંડી આપીને કૃષિપ્રધાન રાઘવજીભાઇ પટેલે પ્રસ્થાન કરાવ્યું

આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતુ કે, ગામડાઓને સધ્ધર કરવા માટે રાજય સરકારે છેવાડાના માનવીઓને વિકાસલક્ષી યોજનાઓના લાભ આપ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા વિવિધ યોજનાઓ કાર્યરત છે. આત્મનિર્ભર ગ્રામયાત્રા પોરબંદર જિલ્લાનાં જુદા-જુદા ગામડાઓમાં 3 દિવસ ફરીને જનજનને આત્મનિર્ભર ગ્રામયાત્રામાં સહભાગી બનાવશે. આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત સ્ટેજ પરથી મહાનુભાવોએ મનરેગા, માર્ગ અને મકાન પંચાયત, મહિલા અને બાળ વિકાસ, પાણી પુરવઠા, સિચાઇ વિભાગ, તાલુકા પંચાયતો, જિલ્લા સમાજ કલ્યાણ, મત્સ્યોધોગ, પશુપાલન સહિતનાં વિભાગોની યોજનાઓની સહાય વિતરણ, ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયા હતા.

મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન કારાવદરા, સાંસદ રમેશભાઇ ધડુક, પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવશ્રી રણજીથકુમાર જે, જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, નિવાસી અધિક કલેકટર એમ.કે. જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. ધાનાણી, તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક પર્ફોમિંગ આર્ટ પોરબંદરની બહેનોએ ટીપ્પણી નૃત્ય તથા શ્રીચામુંડા મહેરરાસ મંડળી બોખીરા દ્વારા ઢાલ તલવાર રાસ રજૂ કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન નિરવ જોષીએ તથા જલ્પાબેન ધામેચાએ કર્યુ હતુ.

આ પણ વાંચો: ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે: વાઘાણી

આ પણ વાંચો: યૌન ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય બદલ્યો, કહ્યું- સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ થાય તો જ POCSO હેઠળ ગુનો નોંધાય તેવું નથી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.