- પોરબંદરમાં દ્વારા 60 લાખના ખર્ચે ચોપાટી પાસેનો રોડની મંજૂરી
- ધારાસભ્ય બાબુ બોખીરિયા અને પાલિકા પ્રમુખ સરજુ કારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
- રોડ પર રેંકડી કેબન હટાવતા ધંધાર્થિઓએ વિરોધ કર્યો
પોરબંદર : નગરપાલિકા દ્વારા 60 લાખના ખર્ચે ચોપાટી પાસેનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેનું આજરોજ ધારાસભ્ય બાબુ બોખીરિયા અને પાલિકા પ્રમુખ સરજુ કારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પોરબંદરમાં સ્પ્લિટ ફલાયઓવર બ્રિજ પર લાઇટનું ખાતમુહૂર્ત કરાયું
રેંકડી કેબીન ધારકોના આગેવાન બાવન બાદરશાહીએ જણાવ્યું હતું કે, અહીં અમારી રોજીરોટી સારી ચાલતી હતી જે બંધ કરાવી રેંકડી હટાવવામાં આવેલી છે. આ અંગે હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી અમે કોઈ પણ કાળે રસ્તો બનવા નહિ દઈએ.
આ પણ વાંચો : પોરબંદરના ચિંગરીયા-મંડેર રોડ પર રીફેસિંગના કાર્ય માટે ખાતમુહૂર્ત કરાયું