ETV Bharat / state

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના જાંબુ ગામે કરી નવી પહેલ - lockdown news

પોરબંદર જિલ્લાની આ કામગીરીમાં રાણાવાવના જાંબુ ગામના APL-1 કાર્ડ ધારકોએ સસ્તા અનાજની દુકાનેથી વિતરણ થનારો રાશનના જથ્થો ગરીબો અને જરૂરીયાતમંદ લોકો માટે જતો કરીને નવી પહેલ કરી છે. મંગળવાર કુતિયાણા તાલુકાના ડાડુકા ગામે પણ આ રીતે give up ration ઝુંબેશમાં પહેલ કરી હતી.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Apr 15, 2020, 3:15 PM IST

પોરબંદરઃ હાલની કોરોના વાઇરસની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં APL-1ના કાર્ડ ધારકોને રાશન વિતરણ કરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લાની આ કામગીરીમાં રાણાવાવના જાંબુ ગામના APL-1 કાર્ડ ધારકોએ સસ્તા અનાજની દુકાનેથી વિતરણ થનાર રાશનના જથ્થો ગરીબો અને જરૂરીયાતમંદ લોકો માટે જતો કરીને નવી પહેલ કરી છે. મંગળવાર કુતિયાણા તાલુકાના ડાડુકા ગામે પણ આ રીતે give up ration ઝુંબેશમાં પહેલ કરી હતી.

રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ મુજબ લોકોને હાલની લોકડાઉનની સ્થિતિમાં રાહત મળે તે માટે APL-1ના તમામ કાર્ડધારકોને આજ તા.13 એપ્રિલથી 10કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો કઠોળ જેમાં ચણાદાળ અને 1 કિલો ખાંડ વિનામુલ્યે આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદર જિલ્લા તંત્રની અપીલને ધ્યાને લઇ રાણાવાવ તાલુકાના જાંબુ ગામના તમામ APL-1 ના પરિવારોએ જરૂરિયાતમંદોને આ લાભ મળે તે માટે પોતાનો વિનામૂલ્યે રાશન સામગ્રીનો લાભ જતો કર્યો છે.

જાંબુ ગામના સરપંચ વિક્રમ ભાઈ ઓડેદરા તથા ગામના તલાટી મંત્રી ગોવિંદભાઇ તેમજ આચાર્ય અરજનભાઈ મારુંના પ્રયાસોથી સમગ્ર ગ્રામજનો આ લાભ જતો કરવા સંમત થયા હતા અને કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની સાથે સહભાગી થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.