ETV Bharat / state

પોરબંદરમાં મજીવાણા-સોઢાણા વચ્ચેનો વર્તુ નદીનો પુલ જર્જરીત, ભારે વાહનો પર પ્રતિબંધ

પોરબંદરના મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે આવતી વર્તુ નદી ઉપરના પુલ પર 6 ટનથી વધારે વજન ધરાવતા વાહનો પસાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

author img

By

Published : May 1, 2020, 5:44 PM IST

heavy vehicles banned Vartu river bridge between Majivana-Sodhana in Porbandar
પોરબંદરમાં મજીવાણા-સોઢાણા વચ્ચેનો વર્તુ નદી પુલ જર્જરીત, ભારે વાહનો પર પ્રતિબંધ

પોરબંદરઃ જિલ્લાના મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે આવતી વર્તુ નદી ઉપરના પુલ પર 6 ટનથી વધારે વજન ધરાવતા વાહનો પસાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે આવતી વર્તુ નદી ઉપરનુ પુલ 6 ટનથી વધારે વજન ધરાવતા વાહનો પસાર કરવા સલામત ન હોવાથી ભારે વાહનો પસાર ન કરવા તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કરી 25 મે સુધી વૈકલ્પિક રૂટ નક્કી કર્યો છે. પોરબંદર-અડવાણા રોડ પર આવતા મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે ચેઇનેજ ઉપર આવતી વર્તુ નદી ઉપરનો પુલ હાલમા જર્જરીત છે. જેથી 6 ટનથી વધારે વજન ધરાવતા વાહનો પસાર કરવા સલામત નથી. જેથી આ પુલ પરથી ભારે વાહનો પસાર કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ એમ. તન્નાએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે.

પોરબંદરથી અડવાણા જતા 6 ટનથી વધુના ભારે વાહનો રામવાવ પાટીયાથી કુણવદર–મોરાણા–પારાવાડા–ભોમીયાવદર–સોઢાણા– તરફ આવવાનું રહેશે. અડવાણાથી પોરબંદર તરફ આવતા ભારે વાહનો સોઢાણાથી ભોમીયાવદર–પારાવાડા–મોરાણા–કુણવદર થઇ રામવાવ પાટીયા તરફથી આવવાનું રહેશે. આ જાહેરનામુ 25 મે સુધી અમલમાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.