પોરબંદરઃ સમગ્ર દેશમાં COVID-19 વાઇરસના કારણે લૉકડાઉનની સ્થિતિ છે. પોરબંદરના જુદા-જુદા વિસ્તારોમાં બહારથી આવતા મજુર અને અન્ય લોકો માટે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્રારા રહેવા અને જમવાની સુવિધા આપવાની સાથે આશ્રિતોના આરોગ્યની તપાસણી પણ નિયમિત કરવામાં આવે છે, ત્યારે બુધવારે પોરબંદરના માધવપુર (ઘેડ) ખાતે કાર્યરત આશ્રિત શિબિરમાં રહેલા 20 જેટલા આશ્રિતોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.
આ આશ્રિત શિબિરમાં રહેતા 20 જેટલા લોકોનું જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનથી ઘનવન્તરી આરોગ્ય રથ જે બાંધકામ અને અન્ય નિર્માણ બોર્ડ દ્રારા આરોગ્ય સેવા આપે છે, તેના દ્રારા શિબિરમાં રહેતા 20 જેટલા લોકોની તબિબિ તપાસ અને ડૉકટર્સ દ્વારા સ્વાસ્થ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ તપાસનું નિરીક્ષણ સરકારી શ્રમ અધિકારી મહિપાલ ચુડાસમા દ્રારા કરાયુ હતું.