પોરબંદર : 2011થી આ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ શરૂ થયું હતું. જે 2015 માં પૂર્ણ થયું હતું. આ બ્રિજ ગુજરાતનો પ્રથમ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ હોવાનું મનાય છે. રાજકોટથી પોરબંદરમાં પ્રવેશ થતાંની સાથે આ બ્રિજ આવે છે. જેની લંબાઈ 1.8 કિમી છે. જયારે પોરબંદર કર્લી પુલથી રોકડીયા હનુમાન મંદિર સુધીના બ્રિજની લંબાઈ 1.2 કિમી છે. નેશનલ હાઇવે નંબર 8 જંકશન અને ઉદ્યોગ નગરને રેલવે ક્રોસિંગ પરથી પસાર થતો આ ગુજરાતનો પ્રથમ બે માળનો સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ છે. તેની કુલ લંબાઈ 3.75 કિમી છે. જેમાં અલગ અલગ ચાર બ્રિજ આવેલ છે.
આ ઉપરાંત 97 કરોડના ખર્ચે બનેલ આ બ્રિજ લોકોના આકર્ષણનું કેન્દ્ર અને પોરબંદરનું નજરાણું છે. પરંતુ કોરોનાના પગલે લોકડાઉનની સ્થિતિમાં આ બ્રિજ સૂમસામ બન્યો છે. જેમાં કોરોનાનું સંકટ પોરબંદર સહિત વિશ્વભરમાંથી જલ્દી ટળે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.